Vishesh News »

મોગરાવાડીમાં ગેસ લાઇનમાં ભંગાણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૩૦ વલસાડના મોગરાવાડીમાં જીયો ફાઇબરની લાઈનમાં મશીનથી કામ કરતી વખતે જીઍસપીસી લાઈનમાં ભંગાણ પડતા ગેસ લીકેજની ઘટના બનતા આજુબાજુમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જીઇબીની ટીમ તથા પોલીસ જી.ઍસ.પી.સી.ની ટીમ દોડી જઈ ગેસ લીકેજ બંધ કરતા મોટી દુર્ઘટના બનતા અટકી જતા વિસ્તારના રહીશોઍ રાહતનો શ્વાસ લીધો હતો. વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ શુભ લક્ષ્મી રેસીડેન્સી ઍપાર્ટમેન્ટની સામે આજરોજ સવારે ૧રઃ૦૦ કલાકે જીયો ફાઇબર આઈડિયા અને વોડાફોન કંપનીના કર્મચારીઓ મશીન દ્વારા જમીનમાંથી ફાઇબર પાઇપો નાખી રહ્ના હતા. તે દરમિયાન અચાનક મશીનનો પાઈપ જીઍસપીસીની લાઈનમાં અડી જવાની ઘટના બનતા ગેસ લીકેજ થતા નજીકમાં આવેલ જીઈબીની ડીપી નજીક હોવા તેમ છતાં મોટી ઘટના ન બને તે માટે તાત્કાલિકજીઍસપીસી.,વલસાડ સીટી પોલીસ અને જીઇબીના કર્મચારીઓ દોડી ગયા હતા. ગેસ લીકેજની ઘટના બનતા બંને તરફના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. અને મોગરાવાળી વિસ્તારનો વીજ પુરવઠો વીજ કંપનીઍ તાત્કાલિક બંધ કરી દીધો હતો. તો બીજી તરફ જીઍસટીસી કંપનીના કર્મચારીઓઍ ગેસની મુખ્ય લાઈન બંધ કરી દીધી હતી જેના કારણે આગની મોટી દુર્ઘટના બનતા અટકી જતા વિસ્તારના રહીશોઍ રાહતનો શ્વાસ લીધો હતો.