Vishesh News »

યુઆઈઍની ચૂંટણીમાં બે ફોર્મ પરત ખેîચાયા ઃ ૨૭ ઉમેદવારો વચ્ચે જંગ જામશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ઉમરગામ, તા. ૦૭ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાની અંતિમ તારીખે સાંજે ૫ વાગ્યાની સમય મર્યાદા પૂર્ણ થતા બે ઉમેદવારોઍ ફોર્મ પરત ખેંચી લીધા બાદ ૨૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે તે અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનમાં સિલેક્શન થી પ્રમુખ અને ઍક્ઝિક્યુટિવ મેમ્બરોની પસંદગી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ સફળતા ન મળતા હવે ૨૧ મી માર્ચના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન મતદાન પ્રક્રિયા અને ત્યારબાદ મતગણતરી હાથ ધરાશે.