Vishesh News »

અમલસાડ ન્યુ અંચેલી સ્ટેશનથી પ્રથમ ચીકુ ટ્રેન મારફતે ૨૪ કલાકમાં દેશભરમાં ચીકુ પહોચશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૭ : અમલસાડ નજીક રેલવે નાં ફ્રેઈટ કોરિડોર ઉપર ન્યુ અંચેલી સ્ટેશન ઍ મંગળવારે સાંજે ચીકુ વહન માટે માલગાડી આવી પહોંચી હતી. જેની ૧૫ બોગી માં નવસારી-ગણદેવી ની ૧૦ મંડળી અને ઍક ઍપીઍમસી નાં ૩૫૦ ટન ચીકુ ભરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જે મધ્યરાત્રી ઍ રવાના થતાં આગામી ૧૮ કલાક માં દિલ્હી માર્કેટ સુધી પહોંચતા મૂલ્યવર્ધક ભાવો પ્રા થશે. ગણદેવી તાલુકો ચીકુ ખેતી માટે આગવું નામ ધરાવે છે. અહીં અમલસાડ, અજરાઈ, ગણદેવી, ધનોરી, ખારેલ, ગડત, માણેકપોર, વેડછા, અબ્રામા અને નવસારી મંડળી તેમજ ઍપીઍમસી ખેડૂતોનાં ચીકુની ખરીદી કરે છે. જે ટ્રક માર્ગે ઉત્તર ભારતના દિલ્હી સહિત બજારો માં મોકલે છે. જેમાં ૩૨-૩૪ કલાક થી વધુ નો સમય વેડફાતો હતો. જેની સામે ટ્રેન માં માત્ર ૨૪ કલાકનો સમય લાગશે. પરીણામઍ માર્ગમાં ચીકુ પાકી જતા નુકશાની વેઠવી પડતી હતી. જેને કારણે ભૂતકાળની જેમ ટ્રેન મારફતે ચીકુ મોકલવાની ફરી માંગ ઉઠી હતી. દરમિયાન વેસ્ટર્ન રેલવેની મુંબઈથી દાદરી ફ્રેઈટ કોરિડોર ની ટ્રાયલ રન સફળ રહેતા સરકાર ઍ ચીકુ માટે અલાયદી ટ્રેનની ફાળવણી કરી હતી. જે મંગળવાર સાંજે ગણદેવી તાલુકાનાં ન્યુ અંચેલી સ્ટેશન ઍ આવી પહોંચી હતી. જેમાં ૩૫૦ ટન જેટલા ચીકુ દિલ્હી આદર્શનગર માટે અપલોડ કરાશે. જે ૧૮ કલાક ની સફર બાદ દિલ્હી પહોંચી જશે. જેને કારણે ખેડૂતોને મૂલ્યવર્ધક ભાવો પ્રા થશે. આ ટ્રેન સાહ દરમિયાન ઍક દિવસ નાં આંતરે ત્રણ ટ્રીપ દોડશે. જેનું નૂર ભાડું અને ટ્રક કરતા ઓછા સમય માં ચીકુ ગંતવ્ય સ્થાને પહોંચશે. આમ ગણદેવી તાલુકા ની ચીકુ ટ્રેન ની માંગ સંતોષાતા ખેડૂતો માં આનંદ જોવાઈ રહ્ના છે. અગાઉ રેલવેમાં ૫૦ ટકા જેટલી સબસીડી મળતી જે અંગે ફરી માંગ ઉઠવા પામી છે.