Vishesh News »

બીલીમોરામાં સોમનાથ મંદિરે મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૭ : બીલીમોરામાં પ્રાચીનકાળ થી સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. અહીં પ્રાચીન કાળ થી મહા શિવરાત્રી ઉત્સવ ભક્તો માટે આકર્ષણ નું કેન્દ્ર બને છે. બીલીમોરા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારી બીલીમોરા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શુક્રવારે મહાશિવરાત્રી પર્વ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના, ધાર્મિક કાર્યક્રમો, સર્વેરોગ નિદાન કેમ્પ અને દેશ માટે પોતાના પ્રાણને ન્યોછાવર કરનારામાં ભારતના સપૂતો ઍવા ભારત દેશના વીર જવાનો શહીદ પરિવાર માટે શૌર્ય સહાય કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન નિઃશુલ્ક શૌર્યપાત્ર વિતરણ કરવામાં આવશે જેને ગ્રહણ કરી રાષ્ટ્રસેવામાં સહભાગી થવા ૅ ત્ લ્શ્ભ્ભ્બ્ય્વ્ જ્બ્શ્ફઝ઼ખ્વ્ત્બ્ફૅ સૂરત દ્વારા હાકલ કરવામાં આવી છે. હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો ઍક ઍટલે મહા શિવરાત્રી. વર્ષમાં આવતી બાર શિવરાત્રીઓ માંથી મહાશિવરાત્રીનું અનેરું મહત્વ છે. જેમાં બીલીમોરામાં બિરાજમાન સ્વયંભુ સોમનાથ દાદાના દર્શન માત્રથી આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે. અહીં મહાશિવરાત્રિઍ વહેલી સવારથી અભિષેક, પૂજા, રુદ્રી પૂજા, લઘુરુદ્ર યજ્ઞ અને રાત્રે બારના ટકોરે ઘી કમળ શિવલિંગ ઉપર ચઢાવવામાં આવશે. ભગવાન રામલલ્લાની મૂર્તિ અને ઘી કમળ દર્શન આકર્ષણનું કેન્દ્ર બનશે.ભજન મંડળીની રમઝટ જામશે. ૧૦ દિવસ બાદ તા.૧૮/૩ ને સોમવારે ઘી કમળની શોભાયાત્રા સાથે વાજતેગાજતે બંદરે વિસર્જન કરાશે. અહીં ઍક સાહ સુધી દેશ વિદેશથી આવતા સેંકડો ભક્તો દર્શન કરી શકે ઍવી તૈયારી હાથ ધરાઈ છે. મહાશિવરાત્રી સાહ વેળા શિવદર્શનનો અમૂલ્ય લાભ લેવા આહ્વાન કરાયું હતું. બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરના પ્રમુખ શિવજીભાઇ પટેલ, નિતીન ગાંધી, દેવચંદ પટેલ, જગદીશ મહેતા, વિનોદ દેસાઈ, પ્રદીપ મહેતા સહિત તમામ ટ્રસ્ટીઓ, મેનેજર પ્રકાશ મહેતા, સુરેશ તળાવીયા, સહિત સોમનાથ પરિવારે શિવરાત્રી સાહ યાદગાર બનાવવા તડામાર તૈયારી હાથ ધરી છે. મહા શિવરાત્રી પર્વ મહાદેવ, શંકર, શંભુને રીઝવવાનો રૂડો અવસર છે.