Vishesh News »

કોસંબા બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા ૧૧ હજાર શ્રીફળનું શિવલીંગ બનાવાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૭ : મહાશિવરાત્રીનાં પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ વલસાડ દ્વારા જાહેર જનતા માટે શિવ ભોલાનાથનાં દર્શનનું ભવ્ય અને દિવ્ય આયોજન કોસંબા ગામ ખાતે વસુંધરા પ્લોટ, દેસાઇવાડ, ટાઇગરપાર્કની બાજુમાં કરવામાં આવેલ છે. જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. ૧૧૦૦૦ શ્રીફળ થી બનાવેલ ૨૫ ફુટ ઉચા શિવલીંગ દર્શન! તેમજ માનવ જીવન અને સૃષ્ટિ નાટકનાં રહસ્યોની સમજ આપતું શિવ દર્શન આધ્યાત્મિક પ્રદર્શન પણ આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમની માહિતી આપતાં બ્રહ્માકુમારી રંજનબેને જણાવ્યું કે સર્વ ધર્મની મનુષ્ય આત્માઓનાં પિતા પરમાત્મા ઍક છે. વર્તમાન ધર્મગ્લાનિ સમયે પરમાત્માનું અવતરણ થઈ ચૂક્યું છે. પરમાત્મા દ્વારા સમજાવેલ રહસ્યોને અહીં પ્રદર્શનમાં મોડેલ્સ, ચિત્રો, પ્રોજેક્ટર શો મારફત આકર્ષક રૂપે રજુ કરવામાં આવેલ છે. ૮-માર્ચ થી ૧૦-માર્ચ સુધી રોજ સવારે ૮.૦૦ થી રાત્રે ૯.૦૦ દરમ્યાન ચાલનાર આ કાર્યક્રમનો શુભારંભ મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાઍ તા.૭/૦૩/૨૪નાં સાંજે ૫.૩૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરવામાં આવશે. કોઈપણ જાતનાં ભેદભાવ વગર જાહેર જનતા માટે આ કાર્યક્રમ માં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવેલ છે. આ અમૂલ્ય અવસરનો સપરિવાર મિત્રમંડળ સહિત લાભ લેવા બ્રહ્માકુમારી પરિવાર હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ પાઠવે છે.