Vishesh News »

વાપી અનાવિલ સમાજની સન્નારી ગૃપે વુમન્સ ડેની ઉજવણી કરી

વાપી અને પારડી તાલુકાના ૩૨ ગામોમાં વસતા અનાવિલ સમાજની મહિલાઅોનું અનોખુ ગૃપ જે સમાજને સધ્ધર બનાવવા માટે પણ અનેક કામગીરી કરી રહી છે આ ગૃપમાં ૩૬૫થી વધુ મહિલાઅો જાડાયેલ છે (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૬ : વાપી અનાવિલ સન્નારી ગ્રુપની બહેનોઍ ગત રવિવારે ઉદવાડા નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર આવેલ અનાવિલ હોલમાં વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનાવેલ સમાજની લગભગ ૩૨ ગામોની ૧૨૫ બહેનોની હાજરીમાં ઉજવ્યો નારી શક્તિ પર બહેનોઍ સુંદર વિચારો તેમજ વક્તવ્યની રજૂઆતો કરી સંગીતના સથવારે ઉજવણી કરી હતી. મંડળના કમિટી મેમ્બરો સરોજબેનદેસાઈ, મોંધીબેનઉફે હર્ષિદાબેન દેસાઈ ટબૂબેન, રૂપાબેન, પ્રતિક્ષાબેન, બીજલબેન, હેતલબેન, મીતાબેન,નેહા બેન અને કામિનીબેન દેસાઇઍ કાર્યક્રમને સફળ બનાવવા માટે સનારી ગ્રુપના મેમ્બરોનો આભાર માન્યો હતો. બહેનોઍ સમાજ ઉપયોગી કામો સાથે ઍન્જોય પણ કરીશુ અને આપણા પોતાના માટે પણ જીવીશુ, હરેક પલનો આનંદ માણીશુ ઍવી પ્રતિજ્ઞા કરી હતી. બહેનોને લાઈફ ટાઈમ અનાવિલ સન્નારીના મેમ્બર બનાવવાનુ પ્રણ લીધુ. અનાવિલ સન્નારી ગ્રુપમાં વાપી તથા પારડી તાલુકાના ૩૨ કામો ની મહિલાઓનું આ મંડળમાં હાલ ૩૬૫ મેમ્બરો છે. જે સમાજની બહેનો ઍક મંચ પર ભેગા મળી કાર્યો કરે ઍ સૌથી તંદુરસ્ત સમાજ કહેવાય. સમાજના ૩૨ગામો છે, દરેક માંથી ૧-૧ બહેનો કમિટીમાં આવે અને સમાજને વધારે સધ્ધર બનાવવા માટેની કામગીરી આ ગ્રુપ કરશે.