Vishesh News »

ચંડોરના માજી સરપંચની સરાહનીય કામગીરી નામધા મુખ્ય માર્ગ પર પ્રસુતાની પીડાથી પીડાતી મહિલાને હોસ્પિટલ પહોîચાડી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૬ : કપરાડા થી વાપી ના નામધા ચંડોર ગામે મુખ્ય માર્ગ ઉપર મજૂરી કામ કરતી ઍક ૨૦ વર્ષની મહિલાને અચાનક પ્રસુતિની પિડા થતા જ તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે ચંડોર ગામના માજી સરપંચ રણજીતભાઈ પટેલ દ્વારા મદદરૂપ થઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્રા વિગત મુજબ કપરાડા તાલુકાના મનાલા ગામે આવેલ કાંઠે ફળિયા માં રહેતા ગુલાબભાઈ ભોયા અને તેમની પત્ની યોગીતાબેન ગુલાબભાઈ ભોયા હાલમાં વાપી પંથકમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા અને યોગીતાબેન ગુલાબભાઈ ભોયા ઉંમર વર્ષ ૨૦ ને સાત માસનો ગર્ભ હોય તેવો ગત રવિવારના રોજ નામધા ચંડોર ગામે આવેલ ભવાની માતાના મંદિર પાસે નો બની રહેલો રોડ ના કામમાં મજૂરી કામ કરી રહ્ના હતા તે દરમિયાન તેને અચાનક પ્રસુતિની પીડા ઊભી થતા અને પેટમાં ભારે દુખાવો થતા જ રસ્તા ઉપર ઉભા રહી સાધનોની રાહ જોતા હતા તે દરમિયાન આ માર્ગ ઉપરથી પસાર થતાં ચંડોળ ગામના માજી સરપંચ અને વાપી તાલુકા ભાજપ સંગઠનના મંત્રી રણજીતભાઈ રમણભાઈ પટેલ દ્વારા તાત્કાલિક તેઓની મદદ ઍ આવ્યા હતા અને તેમની કારમાં બેસાડી મુખ્ય માર્ગ ઉપર સુધી લાવી તાત્કાલિક ૧૦૮ ને જાણ કરી વાપીના ચલા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા અને ત્યાં આ મહિલા યોગીતાબેન ભોયાઍ ઍક સુંદર બાળકને જન્મ આપ્યો હતા. તેઓ અધૂરા માસે જન્મતા તેને વધુ સારવાર આપવા માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનો જાણવા મળ્યું હતું. ત્યાં પણ રોજે રોજ છેલ્લા બે દિવસથી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને બાળકને જન્મ આપનાર મહિલા ના પતિ સાથે સતત સંપર્કમાં રહી તેઓને મદદરૂપ બન્યા હતા આમ રણજીતભાઈ પટેલે માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.