Vishesh News »

બલીઠાના સ્મશાનગૃહ પાસે અસહ્ના ગંદકીને લઈ લોકો અંતિમવિધિ કરવા આવતા બંધ થયા

અગાઉ રોજના પ થી ૭ મૃતદેહો અંતિમવિધિ માટે આવતા હતાં જે હવે માત્ર ૧૫ દિવસે ઍકાદ બે આવે છે : ગાયત્રીબેન (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૬ : બલીઠા અંતિમગૃહ પાસે ગંદકી અને કચરાના ઢગલાને લઈ અહી વાપી અને બલીઠાગામ તથા તેની આજુબાજુના ગામોમાં જા કોઈ પરિવારના સ્વજનનુ મરણ થાયતો અંતિમવિધિ માટે અહી આવતા હતાં તેઅો આ ગંદકીની સમસ્યાને લઈ આવતા બંધ થયા છે. તો સ્મશાનગૃહમાં પાણીની સગવડનો પણ અભાવને લઈ અહી લોકો આવતા બંધ થવા હોવાનું જાણાવ મળી રહ્નાં છે. સાથે આ સ્મશાનગૃહની આજુબાજુમાં સાફસફાઈ કરવાની અને રીનોવેશનની પણ જરુર દેખાઈ રહી છે. પ્રા વિગત મુજબ વાપી નજીકના બલીઠાગામે બીલખાડીના કિનારે વર્ષો પહેલાં અંતિમગૃહની શરુઆત કરાઈ હતી અને ત્યારબાદ અહી વાપી તથા તેની આજુબાજુના અનેક લોકો તેમના સ્વજનો મૃત્યુ પામે તો અહી અંતિમવિધિ કરવા માટે આવતા હતાં પરંતુ અહી ભંગારીયાઅોનું અતિક્રમણ અને બેફામ કચરો તથા હાલમાં ગ્રામપંચાયત દ્વારા ગામનો ડોર ટુ ડોર કચરો લઈ નિકાલ કરવાની શરુઆત કરાતા અસહ્ના ગંદકીને લઈ આ સ્મશાનગૃહમાં રહેતા દાદુઅો તથા અંતિમવિધિ કરવા માટે આવનારાઅોમાં પડતી મુશ્કેલીને લઈ હવે આ સ્મશાનગૃહમાં ખુબ જ અોછા લોકો આવે છે જેનું મુખ્ય કારણ ભંગારીયાઅો, કચરાના ઢગલા અને ગંદકીઅો સાથે વાપી ઈન્ડસ્ટ્રીયલ ઍસોસીઍશન દ્વારા અતિઆધુનિક બનાવવામાં આવેલ મુકિતધામ પણ ગણાય છે. જા કે અહીં સ્મશાનગૃહને ફરીથી રીનોવેશન કરવાની તેમજ તેની આજુબાજુમાં રહેલો બેફામ કચરો અને ગંદકીની સાફસફાઈ કરવી જરુરી છે. જા કે વાપી પંથકમાં કેટલીક સેવાકીય સંસ્થાઅો દ્વારા જયાં રોજેરોજ વાર્ષિક કોન્ટ્રાકટથી સફાઈ કરવામાં આવે છે તેવા સ્થળે સાફસફાઈ કરે છે તેવી સંસ્થાઅોઍ આ બલીઠાના સ્મશાનગૃહમાં સાફસફાઈ કરવા આગળ આવવુ જાઈઍ તેવી પણ ચર્ચા ચાલી રહી છે.