Vishesh News »

પારડી તા.પં.નું રૂ. ૭૭.૬૦ કરોડનું બજેટ મંજુર કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૬ ઃ પારડી તાલુકા પંચાયત ની આજરોજ મળેલ સામાન્ય સભામાં વિકાસલક્ષી રૂ. ૭૭, ૬૦,૦૬,૦૦૦ સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષનું અંદાજપત્ર સર્વનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. અહીં પારડી તાલુકા પંચાયતના સભાખંડમાં બપોરે ઍક કલાકે તાલુકા પંચાયતના પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળી હતી. જે સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને બહાલી આપવામાં આવી હતી. બાદમાં ગત સભામાં લીધેલા નિર્ણય પર લીધેલા પગલાં બાબતની ચર્ચા કરવામાં આવી હતી અને ઠરાવ કરવામાં આવ્યો હતો. જે નિર્ણયને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તાલુકા પંચાયત પારડીનું સન્ ૨૦૨૪ -૨૦૨૫ ના અંદાજપત્રને બહાલી આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ સર્વ સંમતિથી અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યો હતો. ૨૦૨૪-૨૦૨૫નું રૂ. ૭૭, ૬૦,૬,૦૦૦નો વિકાસ લક્ષી બજેટ મંજુર થયો હતો. આ પ્રસંગે પ્રમુખ દક્ષેશભાઈ પટેલ ઍ જણાવ્યું હતું કે, પારડી તાલુકા પંચાયતનાભંડોળ માંથી બજેટમાં શિક્ષણ ક્ષેત્રે સમાજ કલ્યાણ ક્ષેત્રે ખેતીવાડી ક્ષેત્રે બાંધકામ ક્ષેત્રે અને કુદરતી આપત્તિ ક્ષેત્રે નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે અને પારડી તાલુકાના ગામડાઓમાં સર્વાંગી વિકાસ કરવા માટે વિકાસલક્ષી બજેટ સર્વનું મતે દરેક સભ્યની સંમતિ સાથે મંજૂર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપપ્રમુખ ડિમ્પલબેન પટેલ કારોબારી અધ્યક્ષ પટેલ રાકેશ પટેલ તથા તમામ સભ્ય હાજર રહ્ના હતા. આ સભામાં ભાજપ તરફી ૨૧ અને કોંગ્રેસ તરફી ઍક સભ્ય રહ્ના હતા જેથી પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પારડીની બોડી વિકાસલક્ષી બજેટને લીલી આપી હતી અને બજેટ મંજુર થયો હતો.