Vishesh News »

વલસાડ સીટી સર્વેના અધિકારી અને પીયુન રૂ. ૩ હજારની લાંચ લેતા ઝડપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ ઉમરગામના કલગામમાં આવેલી સંયુક્ત માલિકીની જમીનના રી - સર્વે પ્રમોલગેશન બાદ ક્ષતિઓ સુધારા માટે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીઍ અરજી આપ્યા બાદ જમીનને માપણી કરી દરખાસ્ત તૈયાર કરવા માટે જમીન દફતર અધિક્ષક કમ ઍકત્રીકરણ અધિકારીઍ રૂ. ૩,૦૦૦ ની લાંચ માંગતા ગોઠવેલા છટકા માં ઍકત્રીકરણ અધિકારી તથા પટાવાળા કચેરીના ગેટ પાસે લાંચની રકમ લેતા ઍસીબી વલસાડના હાથે ઝડપાઈ જવાની ઘટના બનતા સીટી સર્વેયર કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારી ઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ઉમરગામ તાલુકાના કલગામ ગામે રહેતા ઍક ખેડૂત ની સંયુક્ત માલિકીની જમીનના રી સર્વે પ્રમોલગેસન બાદ માલુમ પડતા ક્ષતિઓ સુધારવા માટે જમીન દફતર અધિક્ષક કમ ઍકત્રીકરણ અધિકારીની કચેરીમાં જમીન માપણી કરી દરખાસ્ત તૈયાર કરવા માટે અરજી આપી હતી. અરજદારની જમીન દક્તર અધિક્ષક કમ ઍકત્રીકરણ અધિકારી અમૃતભાઈ ઝીણાભાઈ પટેલે વલસાડ માં જતા કચેરીના પટાવાળા અક્ષય કુમાર રાજેશભાઈ ટેનિયા ઍ અધિક્ષક ઍકત્રીકરણ અધિકારી ની દરખાસ્ત જોઈઍ તો ઍક સાહમાં તમારું કામ થઈ જશે તમે પટાવાળા મળી લેવા જણાવ્યું હતું. પટાવાળા અક્ષય, અધિકારી અમૃતભાઈ ઝીણાભાઈ પટેલને ફોન કરતા તેમણે પ્રથમ ૧૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી હતી. જેથી અરજદારે થોડું ઓછું કરવા જણાવ્યું હતું. જે બાદ પટાવાળા અક્ષયે અરજદારને ૯૦૦૦ રૂપિયા ગુગલ-પે કરવા જણાવતા તેમને પટાવાળાનો નંબર ઉપર ગુગલ-પે કરાવ્યા જે બાદ અધિકારીઍ વધુ રૂ. ૩૦૦૦ની માંગણી કરી હતી. જેથી અરજદારે ઍસીબી વલસાડનો સંપર્ક કર્યા બાદ છટકું ગોઠવ્યુ હતું. અને આજરોજ સાંજે લાંચની રૂ. ૩૦૦૦ની રકમ સ્વીકારતા કચેરીના ગેટ પાસે ઍસીબીની ટીમે આરોપી અમ્રતભાઇ ઝીણાભાઇ પટેલ ઉં.વ.૫૭, સીનીયર સર્વેયર, વર્ગ-૩, જમીન દફતર અધિક્ષક કમ ઍકત્રીકરણ અધિકારીની કચેરી, વલસાડ અક્ષયકુમાર રાજેશભાઇ ટેનીયા (માહ્નાવંશી) ઉં.વ.૨૬ પટાવાળા (આઉટસોર્સ) વર્ગ-૪ જમીન દફતર અધિક્ષક કમ ઍકત્રીકરણ અધિકારીની કચેરી, વલસાડ તા.જિ.વલસાડ ની રંગે હાથે ઝડપી પાડતા સીટી સર્વેયર કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.