Vishesh News »

રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની કોîગ્રેસની મહેચ્છા પર કેતન પટેલે પુર્ણવિરામ મુકી દીધું !

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થવાના પડઘમ વાગવા માંડયા છે સમગ્ર દેશમાં રાષ્ટ્રીયપક્ષો અને પ્રાદેશિક પક્ષો પણ આ ચૂંટણીમાં પોતાની સામેલગીરી માટે થનગની રહ્નાં છે જયારે ઍક બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપનો સત્તાના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો સમગ્ર દેશમાં ભ્રમણ કરી રહ્ના છે અને ‘અબકી બાર, ચારસો પાર’નો નારો ઍન.ડી.ઍ. માટે અને ભાજપ માટે ૩૭૦ પ્લસનો નારો ગુંજી રહ્ના છે. ત્યારે બીજી બાજુ આઈ.ઍન.ડી.આઈ.ઍ. ગઠબંધન રચાય તે પહેલાં જ વિખેરાઈ જવાની કગારે પહોચી ગયું છે ત્યારે હવે ઍ વાત તો રાજકીય વર્તુળોમાં સર્વસ્વીકૃત બનતી જ ગઈ છે કે આગામી લોકસભામાં કોîગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ તરીકે પણ પોતાનું સ્થાન જાળવી શકશે કે કેમ ? ઍના પર પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે. રાહુલ ગાંધી તેમની હજુ પણ અપરિપકવ રાજકીય સુઝ અને દિશા તથા દુરદૃષ્ટી વિહિન સલાહકારોના ભરોસે કોîગ્રેસની નાવડી ડુબાડી દેવા તત્પર બન્યા હોય તેવી સ્થિતિ છે હાલમાં તેઅો મધ્યપ્રદેશની પોતાની ન્યાયયાત્રા લઈ આજે ગુજરાતમાં પ્રવેશી રહ્ના છે. જા કે તેઅો પ્રવેશે તે પહેલાં જ અર્જુન મોઢવાડીયા, અમરીશ ડેર, નવસારીના ધર્મેશ પટેલ વગેરે ઍ કોîગ્રેસને રામરામ કરી દીધા છે. તેમાય અર્જુન મોઢવાડીયા જેવા દિગ્ગજનો ભાજપ પ્રવેશ તો ગુજરાતમાં કોîગ્રેસ માટે કારમો મરણતોલ ઘા ગણાય ઍમ છે. પણ અત્રે વાત ગુજરાતની નહીં સંઘપ્રદેશ દમણ-દીવ કોîગ્રેસના અધ્યક્ષ કેતનભાઈ પટેલની કરવી છે. દમણ-દીવની સંસદીય બેઠક પર બે વાર કોîગ્રેસની ટીકીટથી સંસદ બની ચૂકેલા સ્વ. ડાહ્નાભાઈ પટેલના સુપુત્ર અને બે વાર તેમને ખુદને પણ લોકસભાની ટીકીટ કોîગ્રેસમાંથી મળવા છતાં જીતી ન શકેલા કેતન પટેલ હવે લોકસભાની ચૂંટણી પૂર્વે તેઅો લગભગ ૫ વર્ષની સુષુા અવસ્થામાંથી બહાર આવ્યા છે. અને ઍવુ ચૌકાવનારુ જાહેર નિવેદન કર્યુ છે કે કોîગ્રેસના ફસ્ટ ફેમીલીમાંથી પ્રિયંકા ગાંધી -વાડ્રાને લોકસભાની દમણ-દીવની બેઠક પરથી ચૂંટણીમાં ઉતારવા માટેના અભિપ્રાયો તેમની પાસે મંગાવાયા છે અને ઍ દિશામાં શકયતા ચકાસાઈ રહી છે. તેઅો આટલેથી અટકયા હોત તો ઍમાં ખાસ વિશેષતા ન હોત. કારણ કે સોનિયા ગાંધી તેમની રાયબરેલીની બેઠક પરથી લોકસભામાં ચૂંટણી લડીને પ્રવેશવાની જગ્યાઍ રાજસ્થાનમાંથી રાજયસભાની બેઠક પરથી સલામત રીતે સંસદમાં પ્રવેશી ગયા છે. જયારે કોîગ્રેસના યુવરાજ અને નેકસ્ટ પી.ઍમ. ટુ બી લોન્ચ જેવી પ્રતિક્ષાયાદીમાં રાહ જાઈ રહેલા રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે કે અમેઠીથી ઍ બાબતે હજુસુધી કોઈ સ્પષ્ટતા નથી. પણ કોîગ્રેસમાં રાહુલ ગાંધીની જગ્યાઍ પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં ઍટલે કે સીધા ચૂંટણીમાં ઉતારવાની માંગ કોîગ્રેસમાં જ થતી રહી છે ઍને ધ્યાને લઈ કોîગ્રેસના ખરતાં ગઢના કાંગરા બચાવવા પ્રિયંકા ગાંધી વાડ્રાને કયાંથી ચૂંટણી લડાવી શકાય અને ઍ માટે જેમ રાહુલ ગાંધી માટે ગત ચુંટણીમાં વાયનાડની સલામત બેઠક શોધી લેવાઈ હતી ઍમ પ્રિયંકા ગાંધી માટે સલામત કઈ બેઠક ઍનું મંથન કે તપાસ ચાલતી હોય ઍ સ્વભાવિક છે. હવે ઍમાં રાષ્ટ્રીયસ્તરે સંઘપ્રદેશનો દરજ્જા ધરાવતા દમણ-દીવની ઍક સંસદીય બેઠકને કોîગ્રેસ મોવડી મંડળ કે ખુદ દમણ-દીવ કોîગ્રેસ પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલ કેવી રીતે સલામત બેઠક ગણાવી શકે ઍ રાજકીય વિશ્લેષકો માટે પણ આડ્ઢર્યનો વિષય બને ઍમ છે. કારણ કે પાછલી ૩ ટર્મથી તો ભારતીય જનતા પક્ષના લાલુભાઈ પટેલ સતત વિજેતા બનતા આવ્યા છે અને તેમને અપવાદરૂપ ગણાય ઍ રીતે ચોથીવાર પણ પક્ષે રીપીટ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમીતભાઈ શાહ જેવા ચાણકય બુદ્ધીના રાજકીય ખેલાડીઅોઍ ઍની પાછળ ચોક્કસ જ ગણતરી મુકી હોય ઍ કોઈપણ સમજી શકે. અને ઍ રીતે વિચારી શકે. વધુમાં પાછલા પાંચ વર્ષથી તેમના હનુમાન જેવા અને સામ, દામ, દંડ, ભેદ જેવા તમામ શસ્ત્રો અજમાવવામાં માહીર પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આ સંઘપ્રદેશનો વહીવટી મોરચો સંભાળી રાખ્યો છે. ત્યારે ઉઘાડી આંખે ભાજપ માટે સલામત બેઠક પ્રિયંકા ગાંધી માટે કેવી રીતે સલામત ગણવી ? ઍ વાત કોîગ્રેસ નહીં સમજી શકતી હોય ? વધુ આડ્ઢર્યજનક બાબત તો ઍ છે કે કેતન પટેલ માત્ર આટલેથી નથી અટકયા પણ જાણે ગાંધી પરિવારને ઈટાલી ભેગો કરી દેવાનો તખ્તો ઘડતા હોય તેમ છોગામાં ઍવુ જાહેર કર્યુ કે જા પ્રિયંકા ગાંધી દમણ-દીવ બેઠક પરથી ચુંટણી લડે અને સંસદમાં જાય અને ત્યાં વડાપ્રધાન બને તો ઍનાથી વધારે રૂડું શું હોઈ શકે. ? આ વાત તો મુંગેરીલાલ કે હસીન સપનેથી જરાય કમ ગણી ઍમ નથી. ચાલો ઍનો પણ કોઈને કશો વાંધો ન હોય દમણ-દીવ કોîગ્રેસના પ્રદેશ અધ્યક્ષે તો જે બાબત દેશભરમાંથી કોઈ કોîગ્રેસીઍ કહેવાની હિંમત નથી કરી ઍવી હિંમત કરીને વડાપ્રધાન પદની રેસમાંથી રાહુલગાંધીનું પત્તુ જ કાપી નાંખવાની ચેષ્ઠા કરી છે અને ઍની જગ્યાઍ પ્રિયંકા ગાંધીનું નામ આગળ કરીને કોîગ્રેસમાં તો ઠીક ગાંધી કુટુંબમાં પણ વૈમનસ્યના બીજ રોપી દેવા જેવું કામ કર્યુ છે. જે રાહુલ ગાંધી તેમની સામે નાનકડો વિરોધનો સુર પણ સહન કરી શકતા નથી તે કેતન પટેલની આટલી મોટી વાત માફ કરી દેશે ? તેમની કોîગ્રેસના મોવડી મંડળને દમણ-દીવ કોîગ્રેસ પ્રિયંકા ગાંધીની સંભવિત ઉમેદવારીને બંને હાથ પહોળા કરી આવકારી લેશે. ઍવી હૈયાધરપત કે ખાતરી કેતન પટેલની લાંબી રાજકીય કારકિર્દીનો મૃત્યુ ઘંટ વગાડી દેશે કે પછી આ બાબત ખુદ કોîગ્રેસે સમજી વિચારીને બધાની સંમતિથી ઍમના મોઢે જાહેર કરાવી છે ઍ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.