Vishesh News »

વલસાડમાં ધો. ૧૨ સાયન્સના રીપીટર વિદ્યાર્થીઍ પરીક્ષા પૂર્વે જ ફાંસો ખાધો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ થયેલા વિદ્યાર્થીને આ વર્ષે રીપીટ પરીક્ષા આપવા માટે ઘરેથી તૈયારી કર્યા બાદ આજ રોજ પોતાના ઘરના હોલમાં કોઈ અગમ્ય કારણસર છતના હુકમાં નાયલોનની દોરી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ૧૨ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ નાપાસ થવાનો ડરના કારણે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા નથી કે કેટલાક વિદ્યાર્થીઓ અગમ્ય પગલાં ભરી લેતા હોય છેષ્ટ ત્યારે વલસાડ શહેર ની કોન્વેન્ટ સ્કૂલની બાજુમાં આવેલ રવિ ઍપાર્ટમેન્ટમાં ફલેટ નંબર ૨૦૪ માં ધર્મેશભાઈ પટેલ જેવો ગુંદલાની કંપનીમાં કેમિસ્ટ તરીકે તો માતા અંકિતાબેન વાપીની ઍક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. પુત્ર ધ્રુવીક ધર્મેશભાઈ પટેલ ઉ.વ. ૧૯ રહે છે. ધ્રુવીક પટેલ વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં ૨૦૨૩ માં ધોરણ ૧૨ સાયન્સમાં નાપાસ થયેલ હતો અને હાલમાં ધોરણ-૧૨ સાયન્સમાં રીપીટર તરીકે ઘરે જ તૈયારી કરતો હતો. અને દાદિયા ફળીયામાં રહેતા ગીરીશભાઈ નામના શિક્ષક પાસે ટ્યુશનમાં જતો હતો. આજરોજ બપોરે ૨ઃ૩૦ કલાકે માતા અંકિતાબેન પોતાના ઘરે જતા જોયો તો કરદો દરવાજો અંદરથી બંધ હોય દરવાજો નહીં ખોલતા દરવાજા ખોલી અંદર જોયું તો પોતાનો દીકરો કોઈ અગમ્ય કરણસર પોતાના ઘરના હોલમાં છતની હુકમાં નાયલોની દોરી બાંધી ગળે ફાંસો ખાય આત્મહત્યા કરેલી હાલતમાં પોતાના દીકરાને જોતા માતાઍ બુમબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. વલસાડ સીટી પોલીસની ટીમ દોડી ગઈ અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.