Vishesh News »

વલસાડમાં ચોરીનો માલ વેચવા જતી મહિલા ઝડપાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૬ ઃ વલસાડના મોગરાવાડીમાં રહેતી મહિલા ચોરીનો મુદ્દા માલ વેચવા જતી હોવાની વલસાડ સીટી પોલીસને બાતમી મળતા મોગરાવાડી ગરનારા પાસેથી ૩૮,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ચોરીનો ગુનો ઉકેલાયો છે. વલસાડ સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી. તે દરમિયાન બાતમી મળી કે મોગરાવાડીમાં રહેતી ઍક મહિલા ચોરીના દાગીના વેચવા માટે જતી હોવાની બાતમી આધારે પોલીસે વલસાડના મોગરાવાડી રેલવે ગરનાળા પાસે વોચ ગોઠવી ઊભા રહેતા બાતમી વાળી મહિલાને અટકાવી તેના થેલામાં તપાસ કરતાં સોનાનું મંગળસૂત્ર, સોનાનું પેન્ડલ સોનાની વીંટી, ચાંદીનો મંગળસૂત્ર, ચાંદીનું લુઝ, ચાંદીના સાંકડા મળી કુલ ૩૮,૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી પુજાબેન નરેન્દ્રભાઇ સુભાષભાઇ અગ્રવાલ ઉ.વ.૨૮ રહે. હાલ વલસાડ મોગરાવાડી સુકીતલાવડી રમેશભાઇની કરીયાણા સ્ટોરની પાછળ તા.જી વલસાડ મૂળ રહે. શાંતીવન સોસાયટી ૫૧/૮ કીમ સુરતની ધરપકડ કરી ચોરીનો મુદ્દા માલ રીકવર કરી આગળની તપાસ સિટી પોલીસે હાથ ધરી છે.