Vishesh News »

વાંઝણાની પ્રા. શાળામાં વિદ્યાર્થીઅો માટેના ભોજનમાં ઈયળ નિકળી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૦૬ ઃ ચીખલી વાંઝણાગામે પાણીની ટાંકી નજીક મુખ્ય પ્રાથમિક શાળામાં મંગળવારે ૨૧૨ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં પાંચ શિક્ષકો હાજર હતા. દરમિયાન નિત્યક્રમ અનુસાર સવારે ૧૦ઃ૩૦ કલાકે મધ્યાહ્નન ભોજન યોજના હેઠળ ભાત, રસાવાળા મગ મમરા અને રોટલીનું ભોજન આવ્યું હતું. નિત્યક્રમ અનુસાર બપોરે ૧ૅં૪૫ કલાકે વિદ્યાર્થીઓ ને પીરસવાનો પ્રારંભ કરાયો હતો. જેમાં પીરસતી વેળા ભોજન પીરસનારી ટુકડી ની નજરે ઈયળ નજરે ચઢી હતી. તે જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઈયળ ને પગલે રસા વાળા મગ અને ભાત પીરસાયા ન હતા. જે બાદ વિદ્યાર્થીઓ ઍ રોટલી મમરા ખાઈ ભૂખ ભાંગી હતી. જે બાદ ચીખલી મામલતદાર અને મધ્યાહન ભોજન અમલીકરણ ના અધિકારી ને ઘટના ની જાણ કરાઇ હતી. મામલતદારની ટીમે પંચકયાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી.