Vishesh News »

આજે વાપી પાલિકાની સામાન્યસભા યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૬ ઃ વાપી નગરપાલિકાની આજે સવારે ૧૧ઃ૩૦ કલાકે ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહના અધ્યક્ષ સ્થાને મળશે. જેમાં વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારને દરખાસ્ત કરવા તેમજ મિલકત વેરામાં ૧૦„નો વધારો કરવા અંગેની ખાસ સામાન્ય સભા મળશે. આજે તા.૭-૩-૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે વાપી નગરપાલિકાના સેવાસદન સભાખંડમાં પ્રમુખ કાશ્મીરાબેન શાહના અધ્યક્ષતાપણે ખાસ સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહત્વના કામો જેવા કે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર તા. ૧-૩-૨૦૨૪ ના રોજ ના મળ્યો છે. જે અંગે વાપી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે સરકારમાં દરખાસ્ત કરવા માટે તેમજ વાપી પાલિકાના તમામ ૧૧ વોર્ડમાં આવેલ માર્કેટ ક્ષેત્રફળ ઍરીયા આધારિત લાગુ કરવામાં આવેલ મિલકત વેરાના દરમાં દર બે વર્ષે થતો ૧૦„ નો નિયમ અનુસાર વધારો કરવા અંગે વર્ષ ૨૦૨૪-૨૫ ના મિલકત વેરાનો દર માં ૧૦„ નો વધારો કરવામાં આવશે જેવા કામોને લઈ આ ખાસ સામાન્ય સભા મળશે જોકે આ સામાન્ય સભામાં મિલકત વેરામાં ૧૦„ નો વધારો કરવામાં આવશે તેવી દરખાસ્ત સામે વિરોધ પક્ષ અને અન્ય સભ્યો વિરોધના મૂળમાં હોવાનું પણ જાણવા મળી રહ્નાં છે.