Vishesh News »

સુંથવાડાના ખેતરમાં મળેલું હાડપિંજર દેગામના યુવાનનું નિકળ્યું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ચીખલી, તા. ૬ ઃ ચીખલી તાલુકાના દેગામ ખાતે રહેતા ઍક યુવાનનું કંકાલ સુથવાડ ગામની સીમમાંથી મળી આવતા ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની પોલીસ સૂત્રોઍ આપેલી માહિતી અનુસાર ચીખલી તાલુકાના દેગામ ધોડિયાવાડ ખાતે રહેતા મિતેશ મહેશ ઢોડીયા પટેલ ઉ.વ. ૨૮ જેના લગ્ન ૨૦૨૨ માં પ્રીતિબેન નામની યુવતિ સાથે થયા હતાં. દરમિયાન પ્રીતિબેન તેણીના પિયરમાં જતી રહેતા મિતેશ પટેલને માનસિક આઘાત લાગતા ઘણા લાંબા સમયથી રખડતો ભટકતો રહેતો હતો દરમિયાન તા. ૫-૩-૨૪ ના રોજ સુંથવાડગામે આવેલ દિવાન ફળિયામાં મુસ્લિમ ટ્રસ્ટની જમીનમાં શેરડીના ખેતરમાંથી મિતેશ પટેલનું કંકાલ જોવા મળતા સદર ઘટનાની જાણ ચીખલી પોલીસને કરાતા ચીખલીના પીઍસઆઇ હેમંત પટેલ ઘટના સ્થળે જઈને તપાસ કરતા મૃતકના કપડા અને મોબાઈલ મળી આવતા મૃતકની ઓળખ થઈ હતી મિતેશ પટેલે લીમડાના ઝાડની ડાળી સાથે ગળેફાસો ખાય મોતને વ્હાલું કરી દીધું હતું. બનાવની વધુ તપાસ ચીખલીના પોસઇ હેમંત પટેલ કરી રહ્ના છે.