Vishesh News »

ડાંગના રામ ભક્તોઍ અધ્યોધ્યામાં પ.પૂ.રામભદ્રાચાર્યજી મહારાજને ધનુષ-બાણ અને બોર અર્પણ કર્યા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા.૧૫ઃ ગુજરાતનાં પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, તથા ડાંગ જિલ્લાનાં સામાજિક આગેવાનોમાં ગીરીશભાઈ મોદી,તેમજ દશરથભાઈ પવાર સહીત શબરી સેવા સમિતિની આગેવાની હેઠળ ડાંગ જિલ્લાનાં શબરી માતાનાં વંશજોઍ અયોધ્યા ખાતે તુલસી પીઠાધીશ્વર પદ્મ વિભૂષિત પ.પૂ.જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજને ધનુષ બાણ અને બોર અર્પણ કર્યા હતા.ભગવાન શ્રીરામનાં મંદિરમાં ભગવાન શ્રીરામને પણ પ્રેમનાં પ્રતિક સ્વરૂપે બોર અને ધનુષ અર્પણ કરી અને સમગ્ર આદિવાસી સમાજની લાગણીનો પ્રતિઘોષ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઉત્તરાયણની ઉજવણીનો ઉત્સાહ અનેરો છે જોવા મળી રહ્ના છે કારણ કે, પ્રભુ શ્રી રામલ્લાનું અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરનું લોકાર્પણ થવાનું છે.સાથે આવનાર ૨૨મી જાન્યુઆરીઍ રામ લલ્લાની મૂર્તિ ભવ્ય મંદિરનાં ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે બેસાડાશે. ત્યારે ગુજરાતનાં પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની આગેવાની હેઠળ શબરી માતાનાં વંશજોઍ અયોધ્યા ખાતે જઈ પ.પૂ. રામભદ્રાચાર્યજી મહારાજને ધનુષ બાણ અને બોર અર્પણ કર્યા હતા. તેમજ ભગવાન શ્રીરામ સાથે ડાંગ જિલ્લાનો પણ નાતો હોય અને પ્રભુ શ્રી રામ દ્વારા આ દંડકારણ્ય ભૂમિ પર ઉત્તરાયણના દિવસે પાવન પગલા પાડ્યા હોય જેથી અયોધ્યા ખાતે પદ્મવિભૂષણ તુલસી પીઠાધીશ્વર જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી રામભદ્રાચાર્યાજી મહારાજનાં ૭૫માં જન્મદિવસ નિમિત્તે ડાંગ વતી બોર અને ધનુષ-બાણ અર્પણ કરી દાયિત્વ નિભાવ્યુ હતુ.પદ્મવિભૂષણ તુલસી પીઠાધીશ્વર જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી રામભદ્રાચાર્યાજી મહારાજ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો હતો કે,ૅજ્યાં સુધી પ્રભુ શ્રી રામના જન્મ સ્થળે ભવ્ય રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું અયોધ્યામાં રામકથા નહીં કરુ ત્યારે થોડા દિવસોમાં જ રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં આવનાર છે. તેમજ પદ્મવિભૂષણ તુલસી પીઠાધીશ્વર જગદગુરુ પરમ પૂજ્ય સ્વામી રામભદ્રાચાર્યાજી મહારાજનાં ૭૫માં જન્મદિવસ નિમિત્તે ભક્તોઍ શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો.તેમજ તેમના અમૃત મહોત્સવ પ્રસંગે આયોજિત ૧૦૦૮ કુંડિય યજ્ઞમાં પણ ડાંગ જિલ્લાનાં શબરીનાં વંશજોઍ ઉપસ્થિત રહી ભાગ લઈ ધન્યતા અનુભવી.