Vishesh News »

આજે ગાંધીનગરમાં વલસાડ, નવસારી, ડાંગ જીલ્લાના પોલીસકર્મીઅોનું સન્માન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) ખેરગામ, તા. ૦૬ ઃ ગુજરાત પોલીસના ડીજી અને આઈજીની પોલીસ કચેરી, હેડ ઓફ પોલીસ ફોર્સ- ગુજરાત રાજ્ય દ્વારા તારીખ ૫-૩-૨૪ના પત્રથી ડીજીપીઝ કમેન્ડેશન ડિસ્ક-૨૦૨૨નો તારીખ સાતમી ફેબ્રુઆરીઍ બપોરે ૦૩ઃ૦૦ વાગે ગાંધીનગર કરાઈ ખાતે અર્પણ સમારંભ યોજાયો છે જેમાં ૧૧૦ ઉચ્ચ પોલીસ અધિકારીઓ- અધિકારીઓ અને હેડ કોન્સ્ટેબલ સુધીનાને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગોલ્ડ ડિસ્ક મળશે જેમા વલસાડના પૂર્વ જિલ્લા પોલીસવડા નિપૂણા તોરવણેનો પણ સમાવેશ છે.જયારે ૧૦૭ પોલીસકર્મીઅોને સિલ્વર ડિસ્ક અર્પણ થશે જેમાં ડૉ.ઍસપી રાજકુમાર અધિક પોલીસ મહાનિરીક્ષક સાથે ૧૧ જિલ્લા પોલીસ વડા મા દાહોદના પોલીસ અધિક્ષક અને વલસાડ જીલ્લાના પણ પૂર્વ ડીઍસપી રાજદિપસિંહ ઝાલા ઉપરાંત ૧૬ ડીવાયઍસપી, ૨૪ પીઆઇ જેમાં નવસારીના અમરસિંહ જ. ચૌહાણ, ૧૬ પીઍસઆઇમાં ખેરગામ ખાતે નવ માસ કામગીરી બજાવી ગયેલા પૂર્વ પીઍસઆઇ ધરમસિંહ રામજીભાઈ પઢેરીયા જેઓ હાલ મહેસાણાના કડી ખાતે ફરજ બજાવે છે, ૧૩ ઍઍસઆઈ જેમાં નવસારીના મીનાબેન ટંડેલ વલસાડના જયંતિભાઈ ના. પટેલ અને ડાંગના વોલ્ટર મિસ્ત્રીનો સમાવેશ થાય છે. તેમનો અને વલસાડના ખુમાનસિંહ ગરાસીયાને ડિસ્ક મળશે. ડિસ્ક વિતરણ સમારંભમાં સૌપ્રથમ વખત ઉકત વિજેતાના બે-બે પરિવારના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.