Vishesh News »

વાપીની આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસનું ગૌરવ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૫ઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરતમાં હાલમાં જ રમત- ગમત ક્ષેત્રે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધાઓ યોજાઇ રહી છે ઍમાં આપણી યુનિવર્સિટીમાં ક્રિકેટ ટીમ ની પસંદગી કરવાનુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત ક્રિકેટ રમતમાં વિવિધ ક્ષમતાઓ ધરાવતા વિવિધ કોલેજૉના સ્પર્ધકોઍ ભાગ લઈ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી. જેમાં અમારી સંસ્થાના લ્ળ્ગ્ગ્ખ્ વિભાગમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી આદિત્ય પંકજભાઈ રાયઍ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાની આગવી પ્રતિભા દર્શાવી આંતર યુનિવર્સિટી કક્ષાઍ પસંગી પામી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. તેમજ તેઓ હવે ધ્ગ્ઘ્ નોર્થ મહારાષ્ટ્ર યુનિવર્સીટી, જલગાંવ ખાતે આંતર યુનિવર્સિટી ક્રિકેટ રમાઇ રહી છે ત્યાં રમવા માટે ગયા હતા.તેઓ આંતર યુનિવર્સિટી ઉચ્ચ કક્ષાઍ પણ સિદ્ધિ મેળવે ઍ માટે આર.કે.દેસાઈ પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની આ સિદ્ધિ માટે કૉલેજના ફિઝિકલ ઍજ્યુકેશનના પ્રાધ્યાપક પ્રફુલભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે ઊંચા સ્તરે પોહચડવા ઍમનું પ્રોત્સાહન અને તેમની ટ્રેનિંગ આપવામાં મોટો ફાળો રહ્ના છે. વિદ્યાર્થીઍ મેળવેલ આ સિદ્ધિ બદલ તેમજ તેમના માર્ગદર્શકની મેહનત માટે કૉલેજના ચેરમેન મિલન દેસાઈ તથા કોલેજ કેમ્પસના ઇન્ચાર્જ ડાયરેકટર ડો.મિત્તલ શાહ અને ગ્ગ્ખ્ વિભાગનાં ઇન્ચાર્જ આચાર્ય ડૉ. શીતલ ગાંધી તેમજ સર્વ અધ્યાપકોઍ અભિનંદન પાઠવ્યા હતા.