Vishesh News »

બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળા ૭૬મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૦૫ઃ ગણદેવી તાલુકાના બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળાના ૭૬ મા સ્થાપના દિવસની શુક્રવારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જીવનનું ચણતર અને ઘડતર જ્યાં ઘડાય ઍનું નામ શાળા શુકવારે બીલીમોરા સોમનાથ પ્રાથમિક શાળા સ્થાપના દિવસની ઉજવણી માં સરસ્વતીની પ્રાર્થના,સ્તુતિ અને દીપ પ્રાગટય થી કરાઈ હતી. શાળામાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત બાળકોઍ પોતાની વિશિષ્ટ કળા દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઓને ઇનામ ઍનાયત કરી સન્માનિત કરાતા શાળા પરિસર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે આસુસિંગ ગનુસિંગ લબાના ઉર્ફ પીચી, યોગેન્દ્ર મિસ્ત્રી, ગૌરાંગ જોષી, તેજલબેન જોષી, પ્રા બી ઍચ પટેલ,ડૉ પ્રજ્ઞાબેન દેસાઈ, શિક્ષિકા અપેક્ષા રાઠોડ સહિત શાળા પરિવાર અને અગ્રણીઓ ઍ ઉપસ્થિત રહીને બાળકોને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહેવા અને કારકિર્દીના ઉચ્ચ શિખરો સર કરવાની હાકલ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.