Vishesh News »

સાહિત્ય ક્ષેત્રે પ્રગતિ કરવા બદલ નાંદરખાના શિક્ષિકાને સન્માનિત કરાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૦૫ઃ વિસનગર સાહિત્ય ગ્રૂપ અને શબ્દધારા ટીમના સયુંકત ઉપક્રમે મહિલા દિવસની ઉજવણી પ્રસંગે રવિવારે કવયિત્રી લેખિકા સન્માન સમારોહ સાથે પ્રેરણા સન્માન નારી તું ના હારી કાર્યક્રમ માં પુસ્તક વિમોચન કરાયું હતું. મહેસાણાના ઊંઝા ઐથોર ગણપતિ દાદાના મંદિરે આગામી ૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારીઓના સન્માન, પુસ્તક વિમોચન, પ્રેરક નારી સન્માનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ વિસ્તારની લેખિકાઓ દ્વારા પોતાની રચના ઍક આગવા અંદાજમાં પ્રસ્તુત કરી હતી. શિક્ષિકા કીર્તિ પટેલ ઓજસ દ્વારા સુંદર શૈલીમાં શબ્દોને કવિતામાં ઢાળી પઠન કરવામાં આવ્યું. હતું. વર્ષ-૨૦૨૪ અંતર્ગત ૨૪ સન્નારીઓને શીલ્ડ આપી સન્માનિત કરાઈ હતી. જેમાં બીલીમોરા નાંદરખાના રહેવાસી કીર્તિ પટેલ ઓજસ ને સાહિત્ય ક્ષેત્રે પ્રગતિ કરવા અને શબ્દધારા ટીમ આયોજીત સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવવા બદલ શિલ્ડ આપી સન્માનિત કરાતા સમગ્ર પંથકમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.