Vishesh News »

સીઍન પરમાર કોલેજ કોલકમાં વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૫ : પારડી તાલુકા ના સી.ઍન પરમાર બી.ઍડ્ કોલેજ કોલક ઉદવાડામાં આંતર કોલેજ વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો હતો અહીં વડોદરા જિલ્લા સર્વોદય સેવા મંડળ સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન સી.ઍન.પરમાર બી.ઍડ્ કોલેજ કોલક ઉદવાડામાં આંતર કોલેજ વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડો. રાહુલ દિવાન વ્યાખ્યાતા તરીકે કારકીર્દી અને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી વિષય પર ચર્ચા કરી તાલીમાર્થીઓને ખૂબ જ સારું માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. તાલીમાર્થીઓને માર્ગદર્શન પુરું પાડવા બદલ કોલેજના ઈ.ચા આચાર્ય ડો. હંસાબેન જે. ગાંવિત તેમજ તમામ અધ્યાપકોઍ હદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓઍ પણ આભાર વ્યકત કર્યો હતો.