Vishesh News »

પારડી વલ્લભઆશ્રમ સંસ્કાર ધામ ડે બોર્ડિંગમાં ‘વિશ્વ સ્કાઉટ્સ દિવસ’ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૫ : પારડીમાં આવેલ શ્રી વલ્લભઆશ્રમ સંસ્કાર ધામ ડે બોર્ડિગ શાળામાં ‘વિશ્વ સ્કાઉટ્સ દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી બ્રિટિશ આર્મી ઓફિસર લોર્ડ રોબર્ટ બેડન પોવેલની જન્મ જંયતિ નિમિતે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમ નિમિતે શાળાના પ્રાર્થનાસભામાં સૌ પ્રથમ શાળાના આચાર્ય દેવેન્દ્ર સિંહ કે, જેઓ વલસાડ જિલ્લાના સ્કાઉટ્સ ગાઇડ્સના વાઇસ પ્રેસિડેંટ છે તેમના હસ્તે ઝંડો ફરકાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતર્ગત શાળાના સ્કાઉટ્સ ગાઇડના વિદ્યાર્થીઓ દ્વારા સ્કાઉટ્સ ગાઇડની પ્રાર્થના, પ્રતિજ્ઞા તથા નિયમોને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આચાર્ય દેવેન્દ્ર સિંહે સ્કાઉટ્સ ગાઇડનું ભવિષ્યમાં કોલેજ અને નોકરીમાં તેનું મહત્વ તથા તે વિશેની માહિતી આપતા સમજાવ્યું કે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં સામાજિક અને વ્યાવહારિક સમજણનો વિકાસ થાય તથા તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં કરી શકે અને સમાજને મદદરૂપ થઈ શકે તે સમજૂતી દ્વારા કાર્યક્રમને પૂર્ણવિરામ મૂકવામાં આવ્યો હતો.