Vishesh News »

બાલદા પાદરદેવી માતાનો ૨૦મો પાટોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૫ : પારડી તાલુકાના બાલદા ગામે મોટા ફળિયા ખાતે આવેલ પાદરદેવી માતાજીનું ૨૦ મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવાર થી પૂજા-અર્ચના હવન યજ્ઞ ભૂદેવના મંત્રોત્ચાર સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે રમત ક્ષેત્રે સિદ્ધિ હાસલ કરનાર અને ગામનું નામ રોશન કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસમાં ભક્તોઍ લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના વડીલો, યુવાઓ, મહિલાઓ, વગેરે ઉપસ્થિત રહી ૨૦ મા પાટોત્સવની ધામધૂમ થી ઉજવણી કરી હતી.