Vishesh News »

બીલીમોરા રેલ્વે હદમાં વીતેલા વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩૦ લોકોઍ જીવ ગુમાવ્યા

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા.૧૫ઃ બીલીમોરા રેલ્વે પોલીસ હદ માં વીતેલા ૨૦૨૩ દરમિયાન ૩૦ લોકો મોત ને ભેટ્યા હતા. તદ્ ઉપરાંત ૫૮ જેટલા અન્ય ગુનાઓ પણ નોંધાયા હતા. બીલીમોરા રેલવે પોલીસ અંતર્ગત ડુંગરી ની કાપરી રેલવે ફાટકથી ગણદેવી તાલુકાનાં અંચેલી સુધીનાં ૨૨કીમી વિસ્તાર તેમજ બીલીમોરા વઘઇ નેરોગેજ નાં ૬૪ કીમી મળી કુલ ૮૮ કીમી વિસ્તાર આવે છે. દરમિયાન વીતેલા વર્ષ ૨૦૨૩ માં ૩૦ લોકો મોતને ભેટ્યા હતા. જે પૈકી ૧૬ ઍ ટ્રેન સામે પડતું મૂક્યું હતું. જ્યારે ૧૪ ટ્રેન ની અડફેટે ચઢ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે રેલવે અંતર્ગત કેટલીક હદ સીટી પોલીસ હસ્તક પણ આવે છે. જેના આંકડા ઉપલબ્ધ નથી. અકસ્માત મોતને બાદ કરતાં પાથરણા વાળાનું દબાણ, અપહરણ, દારૂ ની હેરાફેરી જવા અન્ય ૫૮ જેટલા ગુના પણ નોંધાયા હતા.