Vishesh News »

ઉદવાડા શાંતાબા ઈગ્લિશ મિડીયમ સ્કુલમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૫ : પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન પાસે આવેલ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાર્ષિક સ્પોર્ટ્સ ડે ૨૦૨૪ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ નર્સરી થી ધોરણ ૮ સુધીના બાળકો તથા તેમના વાલીઓઍ ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડે ઍ બાળકોનું શારીરિક તથા માનસિક વિકાસમાં ખુબ જ મહત્વપૂર્ણ હોવા સાથે સ્ટ્રેસ રિલિવરનું કામ કરે છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ પધાર્યા હતા. શાળાના ગૌરવમાં ઉમેરો કરતાં આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પારડી તાલુકાનાં પી.ઍસ.આઈ. ચૌધરી આમંત્રિત હતાં. જેમણે બાળકોને પોતાના દમ પર જીવન જીવવાની પ્રેરણા સાથે તેઓ જીવનમાં રમતો રમતા રહે તથા આવા અનેક સ્પોર્ટ્સ ડે માં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે બાળકોના ઉત્સાહમાં ઉમેરો કરવા ગામના પ્રથમ નાગરિક ઍવા સરપંચો જેમકે રેંટલાવ સરપંચ અજયભાઈ પટેલ, સારણના ગણેશભાઈ પટેલ, ઓરવાડના પ્રકાશભાઈ પટેલ, બગવાડાના ડેપ્યુટી સરપંચ જ્વાહારભાઈ પાઠક, કીકરલાના સરપંચ મનોજભાઇ પટેલ, કાલસરના સરપંચ મનોજભાઇ ઍમ પટેલ, મોતીવાડાના સરપંચ જયસુખભાઇ જગૂભાઈ નાયક, પલસાણાના દિનેશભાઇ પટેલ, ઉદવાડાગામના સરપંચ રાજુભાઇ પટેલ અન્ય મહાનુભાવો ઍ શાળાનો ગૌરવ તથા બાળકોનો ઉત્સાહ વધારવા પધાર્યા હતાં. આ વાર્ષિક સ્પોર્ટ્સ ડે, નિમિતે શાળાના ટ્રસ્ટી, આચાર્ય શાળાનો સ્ટાફે મુખ્ય અતિથિ તથા સૌ સરપંચોનો હદયથી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમના અંતમાં શાળા મુખ્ય ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી તરફથી સ્પોર્ટ્સ ડે અને કલાસ રેંકરના વિજેતાઓને મેડલ તથા સર્ટિફિકેટનું વિતરણ કરી શુભેચ્છા પાઠવી હતી.