Vishesh News »

પલસાણામાં મહાશિવરાત્રીની તૈયારીઅો પુરજાશમાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૫ : પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પવિત્ર પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિરમાં આઠમી માર્ચના રોજ યોજાનાર મહાશિવરાત્રી પર્વ ઉજવણીની તૈયારીના ભાગરૂપે વેપારીઓઍ મેળામાં પોતાના દુકાનોની જમાવટ શરૂ કરી છે. અને મેળો ભવ્ય ઉજવાય ઍવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લાખોની સંખ્યામાં આ મેળામાં જમાવડો થશે. મેળામાં ચગડોળ અને વેપારીઓનું આગમન શરૂ થઈ ગયું છે. અહીં દૂર દૂર થી વેપારીઓ રમકડાના સ્ટોલ, ચકડોળ, મોતકૂવો, ખાણીપીણી વગેરે ચીજવસ્તુઓના વેચાણ માટે આવી ગયા છે અને લોકોની અવરજવર પણ મેળામાં વધી ગઈ છેપલસાણા ગ્રામપંચાયત દ્વારા પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સગવડો ઉભી કરાઈ છે. પલસાણા ગામમાં આવેલ પવિત્ર પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થા સાથે સંળાયેલ છે. આગામી ૮ માર્ચ ના મહાશિવરાત્રી પર્વ દરમિયાન ભરાતા મેળામાં વલસાડ અને દમણ જિલ્લા માંથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. અહીં ગંગાજીના પવિત્ર ધામ તરીકે ઓળખાતા પલસાણા રામેશ્વર પરિસર ખૂબ જ પ્રાચીન છે ભોળાનાથના દર્શન કરે છે અને ગંગાજીના તીર્થ તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે. મંદિરના પ્રાચીન ઐતિહાસિક શ્રી રામ ભગવાન સાથે પલસાણા ગંગાજી પવિત્રધામનો સંબંધ અનેરો છે. અહીંની પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ ખેડી રહ્ના હતા. ત્યારે તેઓ પોતાની ધર્મપત્ની સીતા માતા અને પોતાના ભાઈ લક્ષ્મણ સાથે ફરતા ફરતા પલસાણા ગામમાં આવી પહોંચ્યા હતા અને રામેશ્વર મહાદેવ મંદિરમાં આવીને તેઓઍ પૂજા કરી હતી ત્યાર થી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના શિવલિંગનું નામ રામેશ્વર મહાદેવ પડ્યું છે. વનમાં જતા માતા સીતાને તરસ લાગતા ભગવાન શ્રી રામે પોતાના દિવ્ય બાણ વડે ધરતી માંથી ગંગાજી પ્રગટ કરી હતી. અને માતા સીતા લક્ષ્મણ સહિત તેઓઍ પવિત્ર ગંગાજળનો ગ્રહણ કર્યો હતો ત્યારથી અત્યાર સુધી ભગવાન શ્રી રામ સાથે આ પવિત્ર ગંગાજી તીર્થનો અહીં નાતો છે અને પ્રાચીન સમયથી ગંગાજી પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વની રંગે ચંગે મેળો ઉજવાય છે. અહીં પલસાણા ગ્રામપંચાયત સરપંચ રાધિકાબેન દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સગવડો ઉભી કરાઈ તેમજ મેળામાં આવતા ભક્તો ઍ દાગીના રૂપિયા મોબાઈલ ચોરી થવા થી ખુબ સાચવવા માટે અપીલ કરી હતી તેમજ વલસાડ જિલ્લાની ૧૦૦ થી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે ઉત્સાહપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટી હર્ષદભાઈ દેસાઈઍ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વેપારીઓ પણ આવી ગયા છે હમણાંથી જ મેળા નો જમાવડો શરૂ થયો છે, લાખોની સંખ્યામાં આ વર્ષે ભક્તોની અવરજવર રહેશે ઍવી સંભાવના છે.