Vishesh News »

આજે વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ‘નારી શક્તિ વંદના’

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૫ ઃ તા. ૮-માર્ચ ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મહિલાઓને માન-સન્માન આપવા, મહિલાઓની શક્તિને ઉજાગર કરવા, તેઓની ક્ષમતાને ઉત્સાહિત તેમજ પ્રેરિત કરવા દર વર્ષે અલગ-અલગ થીમ નિયત કરી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓને સમર્પિત આ દિવસે વિવિધ જગ્યાઓ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલાઓ પણ સક્રિયપણે ભાગ લે છે. આ વર્ષ ૨૦૨૪ માટે ૮મી માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ૅત્ઁરુફૂસ્ન્દ્દ જ્ઞ્ઁ રૂંફૂઁં ખ્ણૂણૂફૂશ્રફૂર્શ્વીદ્દફૂ ષ્ટશ્વંશ્વિંફૂસ્ન્સ્ન્ૅ સયુંકત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. જે નિમિત્તે તા.૦૬/૦૮/૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી વલસાડ દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’’ની ઉજવણી ધરમપુરના બામટીમાં વનરાજ આર્ટસ અને કોમર્સ કોલેજની પાછળ લાલ ડુંગરી મેદાન ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મહિલાઓના સર્વાંગી વિકાસના પ્રયત્નોના પ્રચાર પ્રસાર હેતુ જિલ્લાની તેજસ્વીનીઅોનું સન્માન કરાશે. બીજા ઍક આયોજન મુજબ આજે વડાપ્રધાની નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પાટણ ખાતે પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિકસિત ભારત- વિકસિત ગુજરાત- નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજનારા છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાના તમામ છ તાલુકામાં પણ ઉજવણી થશે. પારડી તાલુકામાં કુમાર શાળા ખાતે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ્યારે ધરમપુર તાલુકામાં બામટી ખાતે વનરાજ કોલેજની પાછળના મેદાન પર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ તાલુકામાં ધમડાચી ખાતે ઍપીઍમસી માર્કેટ ખાતે ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડા તાલુકામાં કોમ્યુનિટી હોલના બાજુના મેદાન પર ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ઉમરગામ તાલુકામાં ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક હોલની બાજુના મેદાન પર ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં સવારે ૧૦ કલાકે નારી શક્તિ વંદના કાર્યક્રમની ઉજવણી થશે.