Vishesh News »

આજે વાપી નોટિફાઈડ બોર્ડની બેઠક

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૫ ઃ આજે વાપી નોટિફાઇડ બોર્ડ મેનેજમેન્ટની બોર્ડની બેઠક બપોરે ત્રણ કલાકે યોજાશે જેમાં પાણીના ભાવમાં ઘટાડાના અમલ તથા ઉદ્યોગ નગર વિસ્તારમાં ટ્રાફિક જામનો પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે વાપી નોટિફાઇડ બોર્ડ મેનેજમેન્ટના ચેરમેન હેમંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે તારીખ ૬-૩-૨૦૨૪ને બુધવારે બપોરે ત્રણ કલાકે વાપી જીઆઇડીસીના નોટિફાઇડ વિભાગની કચેરી ખાતે બોર્ડ મેનેજમેન્ટની બેઠક મળશે જેમાં વાપી જીઆઇડીસીના અને નોટિફાઇડ વિસ્તારમાં ચાલતા જુના અનેક કામોનું રીવ્યુ થશે અને ડ્રેનેજ લાઈનના કારણે તૂટતા રોડને તાત્કાલિક રીપેર કરવા અંગે પણ ચર્ચા થશે જ્યારે ખાસ કરીને પાણીના નવા દર અંગે ઘટાડાને બહાલી અપાશે કે કેમ તથા સિક્યુરિટી સર્વિસ ઍજન્સી દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવે છે પરંતુ ખાસ કરીને ચણોદ થી વાપી જીઆઇડીસી તરફ જતા તેમજ વાપી સેલવાસ માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામની સમસ્યા અંગે કાર્યવાહી કરવામાં આવે અને લોકોને ટ્રાફિક સમસ્યા ન મળે તે પ્રશ્ન અંગે પણ ચર્ચા કરવામાં આવશે કે કેમ તેવી ચર્ચા ચાલી રહી છે.