Vishesh News »

બીલીમોરામાં ૬૦૦ મહિલાઅોઍ સાડી પહેરી ૩ કીમી વોકેથોન યોજી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૬ ઃ વિશ્વ મહિલા દિવસ અંતર્ગત બીલીમોરા પાંચાલ સમાજ સહિયર ઍક નારી ગૌરવ દ્વારા રવિવાર વહેલી સવારે સાડી વોકેથોન-૨૦૨૪નું આયોજન કરાયું હતું. જેમાં બીલીમોરા પાંચાલ સમાજ વાડીથી આંતલીયા સર્કલ અને ત્યાંથી પરત પાંચાલ વાડી સુધી ત્રણ કીમી સાડી પહેરીને વોકેથોન કરાયું હતું. વિવિધ સ્કૂલો, સંસ્થાઓ અને જુદા જુદા સમાજમાંથી મહિલાઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વર્ષ ૨૦૦૭થી સહિયર સંસ્થા કાર્યરત છે જેમાં ૧૫૦ થી વધુ મહિલાઓ દર મહિને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થકી મહિલાઓની સુષુ ક્ષમતાને બહાર લાવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સાડી વોકેથોનના પ્રોજેક્ટમાં સમસ્ત સહિયર ટીમે ઉમદા કામગીરી કરી હતી.