Vishesh News »

દાનહમાં સહકારી શ્રેષ્ઠતા માટે પુરસ્કારો અપાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૫ ઃ રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (ફઘ્ઝ઼ઘ્) પ્રાથમિક સહકારી વર્તુળો માટે પ્રાદેશિક શ્રેષ્ઠતા અને મેરિટ ઍવોર્ડ ૨૦૨૩ હેઠળ રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ દ્વારા સહકારી ક્ષેત્રના આર્થિક અને વ્યવસાયિક વિકાસની સાથે ક્ષમતા વિકાસ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. આ ક્રમમાં કોર્પોરેશન દ્વારા દર બે વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રાથમિક સ્તરના સહકારી જૂથોનું સન્માન કરવામાં આવે છે. આ સંદર્ભે, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (ફઘ્ઝ઼ઘ્) કલેક્ટર કચેરી, દાનહ ખાતે આજે ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી કુલ ૭ આવા સહકારી જૂથો, દમણમાંથી ૧ અને દાદરા અને નગર હવેલીમાંથી ૬, ઍવોર્ડ આપવામાં આવ્યા હતા. આ કાર્યમાં ૦૭ મંડળીઓઍ ભાગ લીધો હતો, જેમને તેમની શ્રેષ્ઠતા અને યોગ્યતા માટે પ્રથમ ઇનામ અને દ્વિતીય ઇનામ આપવામાં આવ્યું હતું. પ્રથમ ઇનામ રૂ. ૨૫,૦૦૦, ટ્રોફી અને પ્રશંસા પ્રમાણપત્ર, જ્યારે બીજું ઇનામ રૂ. ૨૦,૦૦૦, ટ્રોફી અને પ્રશંસા પ્રમાણપત્ર હતું. આ પુરસ્કારો મેળવનારાઅોમાંં સર્વોત્તમ પ્રાથમિક કૃષિ ઋણ સમિતિ શ્રેણીમાં ચિંચપાડા સહકારી મંડળીને ઉષ્કૃષ્ઠતા અને શ્રી દક્ષિણાપથ વંકામદાર મંડળીને યોગ્યતા પુરષ્કાર અપાયો હતો. જયારે સર્વોત્તમ મહિલા સહકારી સમિતિ શ્રેણીમાં પ્રેમાંકુર આદિવાસી મહિલા બચત અને ધીરાણ સહકારી મંડળીને ઉત્કૃષ્ઠતા અને શ્રી મહિલા ક્રેડીટ અને ગ્રાહક સહકારી સમિતિને યોગ્યતા પુરષ્કાર, સર્વશ્રેષ્ઠ પ્રાથમિક સહકારી સમિતિઅો (ઋણ) શ્રેણીમાં શ્રી ગલોન્ડા નાગરિક બચત અને ધીરાણ સમિતિ મંડળીને ઉત્કૃષ્ઠતા જયારે સર્વશ્રેષ્ઠ પ્રાથમિક સહકારી સમિતિ (ઉપભોકતા) શ્રેણીમાં સાયલી વિભાગ સેવાસહકારી મંડળીને ઉત્કૃષ્ઠતા અને કચીગામ જુથ સેવા સહકારી મંડળીને યોગ્યતા પુરષ્કાર આપવામાં આવ્યો હતો. વિગતવાર વિશ્લેષણના આધારે, પસંદગી સમિતિ નીચેની સમિતિઓને ફઘ્ઝ઼ઘ્ પ્રાદેશિક પુરસ્કારો ઍનાયત કરે છે, સહકારી શ્રેષ્ઠતા અને યોગ્યતા માટે ૨૦૨૩ પ્રાદેશિક નિયામક સંજય કુમારે સહકારી સંસ્થાઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સંબોધન કર્યું હતું, તેમજ સહકારી સચિવ નિખિલ દેસાઈઍ પણ સહકારી મંડળીઓની સિદ્ધિ બદલ તેમની પ્રશંસા કરી હતી અને તેમને સહકારી ક્ષેત્રમાં વધુ સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને ‘સહકાર સે સમૃદ્ધિ’ના વિઝન હેઠળ સહકાર મંત્રાલય દ્વારા તેમને શરૂ કર્યા હતા. કેન્દ્ર પ્રાયોજિત વિવિધ યોજનાઓનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સમારંભના અંતે પ્રાદેશિક નિયામક સંજય કુમારે આભારવિધિ કરી ઍવોર્ડ સમારોહનું સમાપન કર્યું હતુ. કાર્યક્રમના અંતે ક્ષેત્રીય નિર્દેશક સંજયકુમારે સૌનો આભાર વ્યકત કર્યો હતો.