Vishesh News »

દમણમાં માછી સમાજના યુવાનો ભાજપમાં જાડાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૫ ઃ દમણના માછીમાર સમાજના યુવક વિકી ટંડેલ (કાશી)ઍ તેના સાથી યુવાનો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સાથે ભાજપમાં પ્રવેશ કર્યો. સંઘ પ્રદેશ ૩ઝ઼ ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, સહ-પ્રભારી દુષ્યંત પટેલ અને દમણ-દીવના સાંસદ લાલુ પટેલે વિકી ટંડેલ અને તેના સહયોગીઓને ભાજપનો વેશ ધારણ કરીને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. આ દરમિયાન વિકી હરિભાઈ ટંડેલના નેતૃત્વમાં વિજય અગ્રવાલ, મનીષ ચાપડિયા, શૈલેષ ટંડેલ, ડેલ, કમલ ટંડેલ, સંજય અગ્રવાલ, મનોજ જૈન, અરવિંદ શર્મા, રાજેશ સૈન, જગદીશ ચૌધરી, દેવેન્દ્ર વર્મા અને અન્ય લોકો ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ હરીશ પટેલ અને મહામંત્રી ભરત પટેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્પી દમણિયા, દમણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ પટેલ, સંઘ પ્રદેશ ૩ડી લોકસભા ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના કન્વીનર બી. ઍમ.માચી સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્ના હતા.