Vishesh News »

વલસાડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીપ્રિય આચાર્ય ડો. બી.જે. ભાંડુતીયાનું નિધન

દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૫ ઃ વલસાડની કોમર્સ કોલેજના ખુબ જ શિસ્તપ્રિય અને કડક મિજાજના આચાર્ય તરીકે જેમની વિદ્યાર્થી આલમમાં ઍક સમયે હાક અને ધાક પ્રવતર્તી હતી ઍવા ડો. બી.જે. ભાંડુતીયાનું આજે ૯૦ વર્ષની વયે વલસાડમાં તેમના જેકશન હિલ ખાતેના નિવાસસ્થાને સાંજે ૬ઃ૩૦ કલાકે નિધન થતાં વલસાડના શિક્ષણ જગતમાં અને બહોળા વિદ્યાર્થી સમુદાયમાં આઘાત અને શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તા. ૧૦ સપ્ટેમ્બર, ૧૯૩૪ના રોજ મુંબઇમાં જન્મેલા ડો. બીજે. ભાંડુતીયા ઈ.સ. ૧૯૬૪માં વલસાડની ઍન.ઍચ. કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના વ્યાખાતા તરીકે જાડાયા હતાં. અને ઈ.સ. ૧૯૭૩થી ઈ.સ. ૧૯૯૪ સુધી આચાર્યપદે રહ્ના હતાં. શિક્ષણ ક્ષેત્રમાં જાડાતા પહેલા તેઅો ગુજરાત સરકારમાં કલાસ ટુ ગેઝેટેર અોફીસર તરીકે ફરજ બજાવતા હતાં. આચાર્ય તરીકે નિવૃત્તિ બાદ તેઅો રાજકારણમાં પ્રવેશ્યા હતાં. અને વલસાડ શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ સક્રિય રહ્ના હતાં. તેઅો જ્ઞાતિના મંડળમાં પણ સક્રિય હતાં. ડો. ભાંડુતીયા સામાજીક કાર્યકર્તા તરીકે શિક્ષણ, ન્યાય, સમાનતા અને સ્ત્રી સ્વાતંત્રતાના પ્રખર હિમાયતી હતાં. તેમણે બે પુસ્તકો પણ લખ્યા હતાં. તેમની અંતિમયાત્રા બુધવારે સવારે ૯ કલાકે નિવાસસ્થાનેથી કૈલાસ રોડ સ્મશાનભૂમિ ખાતે જશે.