Vishesh News »

વાપીમાં જવેલર્સ, આંગડીયા પેઢી અને બેન્કોને ગઠીયાઅોથી સાવધ રહેવા તાકીદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ વાપી પંથકમાં આવેલ આંગડીયા પેઢી, જવેલર્સના શોરૂમ ધરાવનાર તેમજ બેન્કિંગ ક્ષેત્રે કામગીરી કરતા તમામ મુખ્ય સંચાલક તેમજ વેપારીઓ સાથે જિલ્લા પોલીસ વડા દ્વારા બેઠક કરી જિલ્લામાં ધાડ, લૂંટ, ચેન સ્નેચિંગ દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી ચોરી કરી જતા આરોપીઓ સામે સાવધાન અને સાવચેતી રાખવા અંગે જણાવાયું અને જરૂર પડીઍ પોલીસને જાણ કરતા જ તાત્કાલિક પોલીસ વેપારીની મદદથી આવી પહોંચશે. આજે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલા અને વાપી વિભાગના ડીવાયઍસપી બી. ઍન. દવેની ઉપસ્થિતિમાં વીઆઈઍ ઓડિટોરિયલ હોલમાં વાપી પંથકમાં તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં આવેલ આંગણીયા પેઢીના સંચાલકો જવેલર્સના માલિકો તેમજ મુખ્ય સંચાલકો અને સરકારી તથા અર્ધસરકારી અને ખાનગી બેંકના મેનેજર અને અધિકારીઓ સાથે ઍક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસવાળા દ્વારા ઉપસ્થિત રહેલા તમામને જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વલસાડ જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાં ધાડ,લુટ, ચેન સ્નેચિંગ તથા દુકાનોમાં ગ્રાહક ના રૂપમાં બાળકો લઈને તથા બુરખો પહેરીને મહિલાઓ દુકાનમાં બપોરના સમયે પહોંચી દુકાનમાં ઉપસ્થિત કર્મચારીની નજર ચૂકવી સોનુ ચાંદી તેમજ રોકડ ચોરી જવાની ઘટના તથા અગામી દિવસોમાં આવી રહેલ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર તથા વર્ષ ૨૦૨૪ની લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન રોકડની હેરાફેરી અંગે સાવચેત રહેવા જાણ કરવામાં આવી હતી તેમજ જરૂર પડે તાત્કાલિક નજીકના પોલીસ મથકમાં જાણ કરતા જ ગણતરીની મિનિટોમાં જ પોલીસની ટીમ તમારી સેવામાં હાજર રહેશે તેમ જણાવ્યું હતું. આજની આ બેઠકમાં ઉપસ્થિત રહેલા આંગણીયા પેઢીના સંચાલકો તેમજ જવેલર્સ દ્વારા પોલીસની આ પહેલ અંગે પ્રશંસા કરવામાં આવી હતી.