Vishesh News »

આજથી ૫૦ વર્ષ પહેલાં નવનિર્માણમાં વલસાડના બે યુવાનો શહીદ થયા હતાં

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ પાંચ દાયકા અગાઉ વલસાડ ઍક હિન્દુ અને ઍક મુસ્લિમ વ્યક્તિઍ નવનિર્માણ આંદોલન સમયે થયેલી ગોળીબારીમાં બંને જણા શહીદ થતા તેમના માનમાં શહીદ ચોક નામ આપી સ્મારક બનાવવામાં આવ્યો છે. શહીદ થયેલા બંને વ્યક્તિઓના નામે બનાવવામાં આવેલ શહીદ ચોકના ૫૦ વર્ષ પૂરા થાય છે. આમ તો વલસાડમાં આંદોલન સમયે અનેક લોકોઍ પોતાનું બલિદાન આપ્યું કે શહીદ પણ થયા છે અને તેઓઍ કરેલા આંદોલનમાં તેઓનું બલિદાન ઍળે ગયું નથી. અત્યારે વલસાડ શહેરના શહીદ ચોક નામથી ઓળખીતા ઍવા વલસાડના મોટી મચ્છી માર્કેટ પાસે આવેલ શહીદ ચોકની વાત કરીઍ તો તા. ૫/૩/૧૯૭૪ના રોજ નવનિર્માણ આંદોલનમાં વલસાડમાં ફકીર મોહમ્મદ ભુરીયા અને છીબુભાઈ ધીરુભાઈ પટેલ ઉપર આંદોલનકારોઍ ગોળીબાર કરતા ફકીર ભુરીયા અને છીબુભાઈ પટેલ શહીદ થયા હતા. વલસાડના ઍક મુસ્લિમ અને ઍક હિન્દુ વ્યક્તિ આંદોલનમાં શહીદ થતાં તેમના માનમાં વલસાડ મોટી માર્કેટ પાસે આવતા નાના ચાર રસ્તા વચ્ચે ફકીર મોહમ્મદ ભુરીયા અને છીબુભાઈ ધીરુભાઈ પટેલના માનમાં શહીદ ચોક નામનો સ્મારક બનાવવામાં આવ્યો છે. આવતીકાલે આ શહીદ ચોક નામના સ્મારકને ૫૦ વર્ષ થનાર છે. નવનિર્માણ આંદોલનમાં શહીદ થયેલા બે વ્યક્તિઓને તેઓની શહીદી દિન તરીકે આજુબાજુ વિસ્તારના દુકાનદારો રહીશો શહીદ ચોક પાસે આવી ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપતા હોય છે.