Vishesh News »

સેલવાસની સરકારી કોલેજના વિદ્યાર્થીઓઍ લેપટોપ મુદ્દે રેલી યોજી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૪ ઃ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ગત મહિને દાનહની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ૪૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને સાયકલ અને લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ દાનહમાં આવેલી ઍકમાત્ર સરકારી કોલેજના વિદ્યાર્થીઅોને ઍમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને ભેદભાવ કરવામાં આવ્યો હોવાનું જણાવી આજે ડો.ઍ.પી.જે. અબ્દુલ કલામ કોલેજના વિદ્યાર્થીઓઍ કોલેજથી કલેકટર કચેરી સુધી રેલી કાઢીને લેપટોપ આપવામાં આવે ઍવી માંગ કરી હતી. વિદ્યાર્થીઓઍ રેલી કાઢતા સેલવાસ મામલતદાર પોલીસ કર્મચારીઓ વિદ્યાર્થીઓને મળીને આ મામલે સમાધાન કરવા માટે પહોચ્યાં હતા.