Vishesh News »

વાપીમાં સીઅોની અનિયમિતતાથી નગરજનોના કામો ટલ્લે ચઢયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ઃ વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં રહેતા અનેક અરજદારો દ્વારા નવા પીવાના પાણીના નળ કનેક્શન તેમજ ઘરવેરો અને અન્ય જરૂરી દાખલાઓ અંગેની અરજી ઉપર ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી નહીં કરાતા અનેક અરજદારો અટવાય રહ્ના છે અને ત્રાહિમામ પોકારતા થયા છે. આધાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી નગરપાલિકાને મહાનગરપાલિકા નો દરજ્જો મળી ગયો છે પરંતુ અગાઉના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલની બદલી કરાતા તેમના સ્થાને નવા આવેલા ચીફ ઓફિસર કોમલબેન દ્વારા વાપી નગરપાલિકામાં ઓછી હાજરી આપતા હોય તથા કેટલાક નગરજનો દ્વારા તેમને જરૂરી પુરાવાઓ મેળવવા કે જરૂરી ઍવા પીવાના પાણીના કનેક્શન ડ્રેનેજ કનેક્શન ઘરવેરો તથા અન્ય સુવિધાઓ મેળવવા માટે વાપી નગરપાલિકામાં અરજીઓ કરવામાં આવી હોવા છતાં આ અરજીઓનો નિકાલ છેલ્લા કેટલાક સમયથી નહીં થતાં સ્થાનિક લોકો તથા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્ના છે અને આ અંગે વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ તથા ઉપપ્રમુખ અભયભાઈ શાહ અને કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ દ્વારા આ અરજદારોની અરજીઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે નિકાલ થાય જે અંગેના નિર્ણયો ચીફ ઓફિસર કોમલબેન દ્વારા કરવામાં આવે તેવી નગરજનો મીટ માંડી રહ્ના છે.