Vishesh News »

વલસાડમાં પ.બંગાળમાં સંદેશખાલી બાબતે રાષ્ટ્રપતિને આવેદન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ જિલ્લા જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આજરોજ રાષ્ટ્રપતિને સંબોધતો આવેદનપત્ર વલસાડ જિલ્લા કલેક્ટરને પાઠવી જણાવ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખ અને ઍમના સહાયક વર્ષોથી ઍમના પર અત્યાચાર કરી રહ્ના છે. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના દિને સંદેશખાલીની આક્રોશિત મહિલાઓઍ રેલી કાઢી અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. મુખ્ય અપરાધી શાહજહાં ઍ સમયે તે વિસ્તારમાં ન હતો. તેની ગેરહજારીઍ વર્ષોથી યાતનાઓ સહન કરી રહેલ સ્ત્રીઓને તેમના પર થતા અત્યાચાર વિશે વાત કરવાની હિંમત આપી. મુખ્ય આરોપી શાહજહાં, જે તૃણમૂલ કોંગ્રેસનો ભાગ છે, તેને મમતા બેનર્જીના નેતૃત્વ વાળી પડ્ઢિમ બંગાળની સરકાર દ્વારા હજુ સુધી પકડવામાં આવ્યો નથી. પડ્ઢિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝને મહિલાઓના તીવ્ર વિરોધને જોતા સંદેશખાલી જવું પડ્યું. રાજ્યપાલે જોયો તો સભ્ય સમાજ માટે અત્યંત શરમજનક બાબતે તેમણે રાજ્યપાલે ગૃહ મંત્રાલયને રિપોર્ટ કર્યો છે સુરક્ષા મંચ જનજાતિ જમીનોની સ્થિતિની ગંભીરતા પૂર્વકની વિસ્તૃત તપાસ અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં, સંપૂર્ણ સુંદરવનમાં અને પડ્ઢિમ બંગાળના સરહદી જિલ્લાઓમાં જનજાતિઓની જમીનના સંરક્ષણ માટે વિશેષ જોગવાઈની માંગણી કરે છે. જનજાતિ સુરક્ષા મંચ ફરી થી ઍ માંગણી કરે છે કે પડ્ઢિમ બંગાળમાં જબરદસ્તી હડપવામાં આવેલી જનજાતિ-જમીનોના પૂર્વેના મામલાઓની તપાસ ઉચ્ચાધિકાર પ્રા આયોગ દ્વારા કરવામાં આવે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઍ જનજાતિ સમાજને પાછી સોંપી તેમના અધિકારોને પુનઃ સ્થાપિત કરાવવામાં આવે તેવી માંગણી કરી છે.