Vishesh News »

સી.અો.ની બદલી રદ કરાવવાના મુદ્દે સાપુતારામાં સન્નાટો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સાપુતારા, તા. ૦૪ ઃ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે નોટીફાઇડ ઍરીયા કચેરીમાં ફરજ બજાવતા કાયમી ચીફ ઓફિસર ડૉ. ચિંતન વૈષ્ણવની બદલીને લઈને નવાગામ - સાપુતારાનાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્ના છે. જેને લઈને ત્રણ દિવસ સુધી સાપુતારા બંધનું ઍલાન કરવામાં આવ્યુ હતુ જે ઍલાનનાં સંદર્ભે સોમવારે પ્રથમ દિવસે સાપુતારા ખાતે સજ્જડ બંધ પાળવામાં આવતા ફરવા આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. સાપુતારામાં છેલ્લા ૧૦ વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકેનું ગાડુ ગબડાવવામાં આવતુ હતું પરંતુ બે મહિના અગાઉ રાજ્ય સરકાર દ્વારા કાયમી ચીફ ઓફિસર તરીકે ડો. ચિંતન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે તેમણે બે જ માસમાં નવાગામનાં પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેમજ સાપુતારા ખાતે અનેક વિકાસનાં કામ પણ કર્યા હતા. ત્યારે આવા નિષ્ઠાવાન અધિકારીની તુરંત જ બદલી કરી દેવામાં આવતા ગામનો વિકાસ અટકી જશે ઍવો ભય સ્થાનિકોમાં જોવા મળી રહ્ના છે. તેથી સાપુતારાનાં ચીફ ઓફિસર ડો. ચિંતન વૈષ્ણવની બદલીનો ઓર્ડર રદ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કલેક્ટરને કરવામાં આવી રહી છે. ગિરિમથક સાપુતારા પ્રથમ દિવસે બંધ ઍટલો સજ્જડ રહ્ના કે પ્રવાસીઓને ચા - નાસ્તો કે પાણીની સુવિધા પણ પ્રા ન થતા ગોથે ચડ્યા હતા અને વીલા મોઢે પરત ફર્યા હતા. વધુમાં ગ્રામજનોઍ શનિવારે અને રવિવારે સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં રસ્તા રોકો આંદોલન કરવાનું ઍલાન પણ કર્યુ છે.