Vishesh News »

રોણવેલ શાળા બહાર સ્ટંટ કરતાં પારનેરાના યુવાન વિરુદ્ધ ફરિયાદ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વલસાડ, તા. ૦૪ ઃ બે દિવસ અગાઉ વલસાડના રોણવેલગામની શાળા છૂટ્યા બાદ બે વિદ્યાર્થીઓ બાઈક ઉપર સ્ટન્ટ કરતાં બે વિદ્યાર્થીની ઇજા થવાની ઘટના બાદ પોલીસે આજરોજ સ્ટન્ટ કરનાર પારનેરાના યુવક વિરુદ્ધ ગુનો નોંધી કે.ટી.ઍમ. બાઈક કબજે કરી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ફફડાટ ફેલાઈ ગયો છે. વલસાડ તાલુકાના રોણવેલ ગામે આવેલી આર. કે. પટેલ સાર્વજનિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ શાળામાંથી છૂટ્યા બાદ વિદ્યાર્થીઍ બાઈકનું આગલું ટાયર ઉંચુ કરી સ્ટંટ કરતા રસ્તા પરથી જતી વિદ્યાર્થીનીઓને અડફેટે લીધી હતી. જે અંગેનો શાળા બહાર સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અકસ્માતમાં ઇજા થયેલી બંને વિદ્યાર્થીનીને સારવાર અર્થે નજીકના દવાખાને લઈ ગયા હતા. જોકે ગ્રામજનોઍ સ્ટંટ કરનારા ઈસમ ને મેથીપાક આપ્યો હતો. જે અંગે આજરોજ વલસાડ રૂરલ મથકના અ. હ.કો. નટુભાઈ ચૌધરીઍ શાળા બહાર બાઈક પર સ્ટંટ કરનાર નિમેષ સંપતભાઈ નાયકા રહે. પારનેરા મુસ્લિમ ફળિયા તા.જી.વલસાડ વિરુદ્ધ ગુનો નોંધી તેની કે.ટી.ઍમ. બાઈક નંબર જીજે-૧૫-ઇડી-૬૯૧૫ને કબજામાં લઈ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધતા ફફડાટ ફેલાઈ ગયો છે.