Vishesh News »

કબુતર બાજ ટ્રાવેલ ઍજન્ટની શોધ ખોળ કરતા ભૂગર્ભમાં

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ) વલસાડ,તા.૧૫ઃ ફ્રાન્સના વિટરી ઍરપોર્ટ પર ગેરકાયદેસર અમેરિકા જતા પેસેન્જર ભરેલી ફલાઈટ ઝડપાય ત્યાંથી હરિયાણા પંજાબ દિલ્હી અને ગુજરાતના ઍજન્ટો ભાગી છૂટ્યા છે જેવો વલસાડનો જયેશ પટેલ નામનો ઍજન્ટ ભુગર્ભમાં ઉતરી ગયો છે. સી આઈડીની ટીમે વલસાડમાં કબુતરબાઝ જયેશ પટેલની શોધખોળ કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ આ જયેશ પટેલ નામના ઈસમ થી અજાણ છે. જ્યારે ગુજરાતનો નવ ઍજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ફ્રાન્સના વીટ્રી ઍરપોર્ટ પર ગેરકાયદેસર અમેરિકા જતા પેસેન્જરો ભરેલી ફલાઈટ ઝડપાઈ ત્યારથી ગુજરાતના નવ ઍજન્ટો ભુર્ગભમાં ઉતરી ગયા હતા. તેમાંથી કેટલાક વિદેશ ભાગી ગયાની શંકાને પગલે સીઆઈડી ક્રાઈમે તમામ આરોપીઓની ઍલઓસી (લૂક આઉટ સર્કયુલર) જારી કરી છે. આ ફલાઈટમાં ૬૬ ગુજરાતી પેસેન્જર હોવાની વિગતો ખુલ્યા બાદ સીઆઈડી ક્રાઈમના ઍસપીની અધ્યક્ષતામાં પીઆઈ અને ઈઓડબ્લ્યુના બે પીઍસઆઈની ઍસઆઈટી તૈયાર કરી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં ઍક કબૂતર બાજ વલસાડનો ઍજન્ટ જયેશ પટેલનું નામ બહાર આવ્યું છે. આ જયેશ પટેલ પેસેન્જરોને ગેરકાયદેસર અમેરિકા મોકલતી ટોળકીનો કી મેમ્બર હતો. જયેશ પેસેન્જરોને દુબઈથી પ્રમાનાગુઆ લઈ જવાની સમગ્ર વ્યવસ્થા કરતો હતો. સીઆઈડી ક્રાઈમે જોગિન્દરસિંહ ઉર્ફ જગ્ગીપાજી, જોગિન્દરસિંહ માનસરામ, સલીમ દૂબઈ તેમજ મહેસાણા બે મુખ્ય ઍજન્ટોમાં કિરણ જયંતીભાઈ પટેલ અને ચંદ્રેશ રસીકલાલ પટેલ સહિત ૧૪ ઍજન્ટો સામે ગુનો દાખલ કર્યો છે. પેસેન્જરોને અમેરિકા લઈ જવાના ૬૦ થી ૮૦ લાખ નક્કી કર્યા બાદ દૂબઈ મોકલી આપતા હતા. પેસન્જરને તેના ગામથી અમેરિકા લઈ જવા સુધી ઍજન્ટો ઍક પણ રૂપિયો ઍડવાન્સ લેતા નહી તેમજ રસ્તામાં ખર્ચ થાય તો તે માટે ઍકથી બે હજાર ડોલર પેસેન્જરોને આપતા હતા. દિલ્હી હરિયાણા પંજાબ તેમજ ગુજરાતના ચંદ્રેશ સહિતના નવ ઍજન્ટને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સીઆઈડીની ટીમને વલસાડના કબૂતર બાદ જયેશ પટેલની શોધખોળ કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસ આ જયેશ પટેલ નામના ઈસમથી અજાણ છે. ગુજરાતના નવ ઍજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.