Vishesh News »

રાતા પંચાયતમાં ગ્રામસભા વગર જ ઠરાવ બુકમાં ઍન્ટ્રી કરી ગેરરીતી થઈ હોવાનો આરોપ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ વાપી તાલુકાના રાતા ગામ પંચાયતમાં ગ્રામસભા રાખ્યા વગર પંચાયતની ઠરાવ બુકમાં ખોટો ઠરાવ લખી પુરાવા ઉભા કરી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની તેમજ કેટલાક વિવાદાસ્પદ કામો પણ લખી લેવાયા હોવાની જાણ ગ્રામપંચાયતના સભ્યોને થતા જ તેઓઍ ટીડીઓને લેખિતમાં ફરિયાદ કરી સરપંચ ઉપસરપંચ તેમજ તલાટી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રા વિગત મુજબ આજે વાપી તાલુકાના રાતા ગ્રામપંચાયતના સભ્ય પ્રકાશભાઈ ચંદુભાઈ પટેલ, અનિશાબેન બીપીનભાઈ આહીર , તારાબેન શંકરભાઈ હળપતિ તથા ગામના આગેવાનો દ્વારા વાપી તાલુકા પંચાયતના ટીડીઓને લેખિતમાં અરજી કરી રાતા ગ્રામ પંચાયતની કચેરીમાં તા. ૩૦-૧૨-૨૦૨૩ના રોજ કોઈપણ જાતની ગામસભા રાખ્યા વગર પંચાયત ઠરાવ બુકમાં ખોટું ઠરાવનું લખાણ કરીને પુરાવા ઉભા કરી પંચાયતના નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની તથા કેટલાક વિવાદસપત કામો અને બાંધકામ અંગેની મંજૂરીઓ અપાઈ હોવાની જાણ ઉપરોક્ત અરજદારોને તારીખ ૧૬-૨-૨૦૨૪ના રોજ મળેલ સામાન્ય સભામાં થતા જ તેઓઍ પંચાયતની ઠરાવ બુકમાં જોતા માત્ર સરપંચ નીલમબેન વિમલભાઈના અધ્યક્ષ પદે ગામસભા યોજાઈ હોવાનું બહાર આવ્યું હતું અને જેમાં ગામ પંચાયતના સભ્યો તથા ગામજનો ઉપસ્થિત ન હોવા છતાં આ ઠરાવો લખી લેવામાં આવ્યા હોવાનું બહાર આવતા ગામમાં ચાલતી ઘેર પ્રવૃત્તિઓ રોકવા માટે તલાટી તથા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચના આ કૃત્ય વિરુદ્ધ તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.