Vishesh News »

દમણની લોકઅદાલતમાં ૧૧૫૮ કેસોનું સ્થળ પર જ નિરાકરણ થયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૪ ઃ રાજ્ય કાનૂની સત્તામંડળ દમણ-દીવના હોક મેમ્બર સેક્રેટરી અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ શ્રીધર ઍમ. ભોસલેના માર્ગદર્શન હેઠળ રાજ્ય કાનૂની સત્તામંડળ દમણ અને ઍડવોકેટ બાર ઍસોસિઍશનના સહયોગથી આજે સવારે ૧૦ કલાકે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી દમણ કોર્ટના પરિસરમાં ગયા. રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સહ-સભ્ય સચિવ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને મુખ્ય ન્યાયાધીશ પવન ઍચ. બંસોડની અધ્યક્ષતામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ૧૧૫૮ કેસોનો પરસ્પર સમજૂતીથી સુખદ સમાધાન કરવામાં આવ્યો હતો. મોટી દમણ કોર્ટ સંકુલમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ૫૬૩૩ પ્રિ-લિટીગેશન કેસ સુનાવણી માટે રાખવામાં આવ્યા હતા, જેમાંથી ૧૧૩૭ કેસોનો સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો અને રૂ. ૫૦૨૭૦૭૮નું સમાધાન થયું હતું. જ્યારે ૧૪૩ પેન્ડિંગ કેસ સુનાવણી માટે રાખવામાં આવ્યા હતા. જેમાંથી ૨૧ કેસનો નિકાલ કરીને રૂ.૧૨૦૦૭૨૩૨નું સમાધાન થયું હતું. આ રીતે દમણ કોર્ટમાં કુલ ૫૭૭૬ કેસો સુનાવણી માટે રાખવામાં આવ્યા હતા, જેમાંથી ૧૧૫૮ કેસોનો સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ રૂ. ૧૭૦૩૪૩૧૦નું સમાધાન થયું હતું. આ રાષ્ટ્રીય લોક અદાલતમાં દમણ ઍડવોકેટ બાર ઍસોસિઍશનના સભ્યો, અન્ય વકીલો અને કોર્ટ સ્ટાફે પણ સેવા આપી હતી.