Vishesh News »

ડુંગરીની સાર્વજનિક હાઈ.માં ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઅોનો વિદાય સમારંભ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ ઃ વાપીના ડુંગરામાં આવેલ ઍજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઝેડ. ઍચ. શાહ સાર્વજનિક હાઇસ્કૂલ ખાતે વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓ, રમત ગમત વિગેરેમાં સિદ્ધિ હાંસલ કરનાર વિધાર્થી ઓનો વાર્ષિક ઈનામ વિતરણ અને ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયેલ, કાર્યકમમાં ડુંગરાનાં ભાજપનાં કાર્યકર અને ડુંગરામાં શિક્ષણ ક્ષેત્રે નિસ્વાર્થ ભાવે સેવા કરતા અને વિદ્યાર્થીઓને મદદરૂપ થનાર ઍવા શાળાના ટ્રસ્ટી. દીપકભાઈ ઍમ. પટેલ, પ્રમુખ વિનોદરાય કે. પટેલ, સામાજિક કાર્યકર્તા મંજૂર ખાન, આચાર્ય અનિલભાઈ પટેલ, વિશેષ અન્ય મહાનુભવો પૂર્વ આચાર્ય ભારતી બેન પટેલ, પંડ્યાની ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. સ્વાગત પ્રવચન આચાર્ય અનિલ ભાઈ પટેલે કર્યું હતું. ટ્રસ્ટી દીપક ભાઈ પટેલે ખૂબજ મનનીય અને વિદ્યાર્થીઓ ને ઉપિયોગી માહિતી આપેલ તેમજ વાલીઓ ને વિનંતી કરેલ કે ઘરથી પરીક્ષા ખંડ સુધી તમારા બાળકને નિર્ભયતા થી આત્મ વિશ્વાસ સાથે દોરી જજો જેથી બાળક પરીક્ષા મોકળા મને આપી સફળતા પ્રા કરે તેમજ વિદાય લેતા વિદ્યાર્થીઓને જીવન માં દરેક ક્ષેત્રે આગળ વધોને પ્રગતિ કરી તમારું તમારા પરિવાર નું નામ રોશન કરજો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સાથે મીઠી ટકોર પણ કરેલ કે જે સ્કૂલ માં તમને જીવન ઘડતરનું પ્રશિક્ષણ મળેલ છે તેને ભૂલશો નહીં કારણકે આ તમારા સૌ માટે સ્કૂલ નહી પણ જીવન ઘડતરનું મંદિર છે. અંતમાં આભાર વિધિ સ્કૂલનાં શિક્ષક ખુશાલીબેન દ્વારા કરવામાં આવી હતી.