Vishesh News »

ખાપરવાડા બુનિયાદી મિશ્ર શાળામાં માજી વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોનું સન્માન કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) બીલીમોરા, તા. ૦૪ ઃ બીલીમોરા નજીક ખાપરવાડા ગામે રવિવાર સાંજે ભૂતપૂર્વ વિદ્યાર્થી ગૃપ દ્વારા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જુના સંસ્મરણો તાજા કરાયા હતા. ખાપરવાડા બુનિયાદી મિશ્ર શાળાની સ્થાપના ૧૧૬ વર્ષ અગાઉ તા. ૧૮/૦૮/૧૯૦૮ નાં રોજ કરાઈ હતી. દરમિયાન રવિવારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્રારા ભૂતપૂર્વ અને વર્તમાનમાં શિક્ષક તરીકે ફરજ બજાવનારા શિક્ષકગણનું જાહેર અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે રંગારંગ વિવિધ સાંસ્કૃતિક કૃતિ ઓ ઍ રંગ જમાવ્યો હતો. વિદ્યાર્થીઓ ઍ પોતાના જીવનનું પાયાનું ઘડતર કરનારા ગુરુજનોનાં સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ ગુરુજનો ઍ પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા વિદ્યાર્થીઓનાં અભૂતપૂર્વ પ્રેમ અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યની પરંપરાને સાર્થક કરનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આઝાદી કાળની સાક્ષી શાળા ઐતિહાસિક ધરોહર છે. ત્યારે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્નાં હતાં.