Vishesh News »

દાનહ બીઍસજી દ્વારા બાળકોને પોલિયો રસી પીવડાવાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) સેલવાસ, તા. ૦૪ : દાનહ ભારત સ્કાઉટ ગાઈડના સેવા ભારતી ઓપન સ્કાઉટ ગાઈડ ગૃપ દ્વારા દાનહ આરોગ્ય વિભાગની સુચના મુજબ ડો.ગણેશ નાયર અને કિરીટભાઈ દેસાઈના સહયોગથી સેલવાસના ૫ સ્થળોઍ પોલીયો કેમ્પ યોજાયો હતો. જેમાં કુલ ૩૦ સ્કાઉટ માર્ગદર્શકો અને કલેક્ટરે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓફિસ, સરકારી બસ સ્ટેન્ડ, ખાનગી બસ સ્ટેન્ડ, ઝંડાચોંક અને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સેવા આપી હતી. જેમાં રસ્તામાં આવતા તમામ વાહનોમાં ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા. બસો અને ખાનગી વાહનો, જેથી શિક્ષણાધિકારી બળવંત પાટીલ, પ્રિન્સિપાલ બ્રિજભૂષણ ઝા, સ્ટેટ ઓર્ગેનાઈઝર કમિશ્નર ગાઈડ યાસ્મીન બસાયા, હોમ કમિશનર અનવર બસાયા, રોવર સ્કાઉટ લીડર મનીષ ઝા, સ્વરૂપા શાહ, સોનિયા સિંહ અને રાહુલ શાહે હાજરી આપી હતી. જેમાં ૫ પોલિયો બૂથમાં કુલ ૩૩૫ બાળકોઍ પોલિયોની રસી પીવડાવી કેમ્પનો લાભ લીધો હતો. સમાપનમાં પ્રદેશ સચિવ સર્મિષ્ઠા દેસાઈઍ સૌને અભિનંદન પાઠવી પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. જેનું સંચાલન સ્કાઉટ માસ્ટર અજય હરિજન દ્વારા કરવામાં આવ્યું હતું.