Vishesh News »

સેલવાસની ડીઍમઍચ કોલેજમાં દ્વિતીય દીક્ષાંત સમારોહ ઉજવાયો

સેલવાસની ડીઍમઍચ કોલેજમાં દ્વિતીય દીક્ષાંત સમારોહ ઉજવાયો (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) દમણ, તા. ૦૪ : રાજ્યની જાણીતી કોલેજ શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સ ખાતે દ્વિતીય દીક્ષાંત સમારોહનું ખૂબ જ ઉત્સાહ સાથે આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહની શરૂઆત મુંબઈ યુનિવર્સિટીના ડિગ્રી વિતરણ શિષ્ટાચાર મુજબ કરવામાં આવી હતી, જેમાં ઍકેડેમિક કાઉન્સિલ પરેડ, રાષ્ટ્રગીત અને મુંબઈ યુનિવર્સિટી ગીત વગેરે નિયમબદ્ધ રીતે સન્માન સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા. ભારતીય પરંપરાને અનુસરીને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો અને કોલેજ પરિવારે વિદ્યાદાયીની મા સરસ્વતીના ચિત્ર સમક્ષ દીપ પ્રગટાવી કોલેજના પ્રેરણા સ્ત્રોત માતા દેવકીબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તે પછી, કોલેજ પરિવારે તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને હાર્દિક સ્વાગત કર્યું હતું. ડો. સતીન્દર કૌર (ડીન રિસર્ચ સ્ટડીઝ અને કોઓર્ડિનેટર ડિપાર્ટમેન્ટ ઓફ ઝુઓલોજી, ક્લસ્ટર યુનિવર્સિટી જમ્મુ) સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્ના હતા. વિશેષ અતિથિઓમાં સેલવાસ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઍસઍમસી)ના પ્રમુખ રજની શેટ્ટી, લાયન્સ ક્લબ ઓફ સેલવાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ફતેહસિંહજી ચૌહાણ, કૉલેજના તમામ વિભાગના વડાઓ સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્ના હતા. આ -સંગે સિલ્વાસા મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરપર્સન શ્રીમતી રજની શેટ્ટીઍ તમામ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના સુવર્ણ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. કોલેજના પ્રમુખ ફતેસિંહજી ચૌહાણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં અંડરગ્રેજ્યુઍટ સત્ર ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને અનુસ્નાતક સત્ર ૨૦૨૧-૨૨ના ગ્.ઘ્ૃં, ગ્.લ્ણૂ., ગ્.લ્ણૂ. (ઘ્.લ્.), ગ્.પ્.લ્. અને પ્.ઘ્ૃં ના તમામ વિદ્યાર્થીઓને ડીગ્રી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પોતપોતાના સેશનના ટોપર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.