Vishesh News »

વાપીની ઉપાસના સ્કુલમાં ધો. ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ : વાપીની ઉપાસના લાયન્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધો.૧૨ના (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના) વિદ્યાર્થીઓનો શાનદાર વિદાય સમારંભ યોજાયો. શાળાના વિદ્યાર્થીઓઍ પ્રાર્થના યોજી અને શાળાના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ દેસાઈ, જોઈન્ટ મેનેજીંગ ટ્રસ્ટી ડો. અજયભાઈ આચાર્ય, ભક્તિભાઈ શાહ અને શાળાના આચાર્ય હરિકેશના હસ્તે મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધો.૧૧ના વિદ્યાર્થીઓઍ નૃત્ય, નાટક, ગીત વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. મુકેશભાઈ દેસાઈઍ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા પ્રા કરી શાળાનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી. ડો. અજયભાઈ આચાર્યઍ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની કડી બતાવી હતી. ભક્તિભાઈ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ધો.૧૨ના વિદ્યાર્થીઓને શાળા તરફથી સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી. ધો.૧૨ના વિદ્યાર્થીઓઍ પ્રાસંગિક પ્રવચનો કરી શાળા છોડતા દુંખની લાગણી અનુભવી હતી. શાળાના શિક્ષક મહેશ પી. પટેલે વિદ્યાર્થીઓને જીવન જીવવાની ચાવી બતાવી હતી. વિવિધ ઐતિહાસિક ઉદાહરણો આપી જીવનમાં પ્રગતિના શિખરો સર કરવાના માર્ગો બતાવ્યા હતા. કમલાકર પાટીલે સ્વરચિત કવિતા રજૂ કરી વિદ્યાર્થીઓને ભાવવિભોર કર્યા હતા. શાળાના આચાર્ય હરિકેશ શર્મા પોતાની ધુરંધર શૈલીમાં બોલતા જણાવ્યું જીવન ઍક પડકાર છે. જીવનમાં આગળ વધવા સખત પરિશ્રમની કોઈ વિકલ્પ નથી. શર્મા સાહેબે વિવિધ ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને આશીર્વાદના વરસાદથી ભીંજવી નાંખ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક કમલેશભાઈ ઝાંઝરે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કો-ઓર્ડીનેટર ડો.જુમના મૈતી, મયૂરીબેન શાહ, બનીતા મહેતા, રૂપમ દેસાઈ, અસ્મિતા કાલકરે ભારે જહેમત ઉઠાવી હતી. છેવટે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડયા. ધો.૧૨ના વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી નવરંગી ભોજન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ-ઉલ્લાસ છવાય ગયો હતો.