Vishesh News »

વાપીની આર.કે. દેસાઈ કોલેજની ગુજરાત વિધાનસભા કોîગ્રેસ ધારાસભ્યઍ મુલાકાત લીધી

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) વાપી, તા. ૦૪ : આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ચાવડા સરની શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યજાયો જેમાં મુખ્ય અતિથિ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ધારાસભ્ય અક્લાવના અમિતભાઈ ચાવડા, માજી સાંસદ સભ્ય વલસાડ વિભાગના કિશનભાઇ પટેલ, વલસાડ જિલ્લાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્ના હતાં. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ દ્વારા મુખ્ય મહેમાનઓનું પુષ્પો ગુચ્છ આપી, શાલ ઓઢાડીને તેમજ શબ્દો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય અતિથિ અમિતભાઈ ચાવડા સરઍ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો તે કાર્યની અંદર નિષ્ઠા પૂર્વક કામ કરવું જોઈઍ. પ્રગતિના પંથે કોઈ રીતે આગળ વધી શકાય તે વિશે પણ વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા અને સાથે - સાથે નવ યુવાન વિદ્યાર્થીઓને મતદાન અંગે પણ સુંદર માહિતી પ્રદાન કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ભૂષણ સર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બી.ઍડ કોલેજના આચાર્ય ડો. પ્રીતિ.ચૌહાણે ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા કોલેજ કેમ્પસના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ તેમજ આર.કે.દેસાઈ કોલેજ પરિવારના સર્વ આચાર્યઍ અભિનંદન પાઠવ્યા હતાં.