Vishesh News »

પારડી હોસ્પિટલમાં મેગા મેડિકલ કેમ્પ શરુ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) પારડી, તા. ૦૪ : પારડીમાં આવેલ પારડી હોસ્પિટલ મુકામે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર અને પારડી હોસ્પિટલના સહકારથી જન્નત સીન ફાતિમા બેબી મહેબુબભાઇ કુરેશીની યાદમાં જયેશભાઈ ધીરજલાલ શાહ અને ધીરજલાલ સોમચંદ શાહ અને લીલા વતી ધીરજ લાલ શાહના સહયોગથી ૧૬ મો વિના મૂલ્યે મેગા મેડિકલ કેમ્પનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તાર ઍવા ધરમપુર કપરાડા થી દર્દીઓ ઍ ભાગ લીધો હતો. અહીં વહેલી સવારના માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયા, માજી ચેરમેન ડો. ઍમઍમ કુરેશી, ટ્રસ્ટી કલ્પેશભાઈ પરમાર, દિનેશભાઈ શાહ, આશિષભાઈ શાહ, અશોકભાઈ વગેરે ભેગા થયા હતા. ઍમના સાથે પારડી હોસ્પિટલના સંચાલક ડો. કૂરેશા ઍમ કુરેશી સાથેનો ડોક્ટર સ્ટાફ અને દર્દીઓ ભેગા થયા હતા. બાદમાંથી દીપ પ્રગટ કરી અને પારડીના પોલીસ પીઆઇ ગઢવીના હસ્તે પારડી હોસ્પિટલના સંચાલક ડો. કુરેશી અને માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ચેરમેન દિનેશભાઈ સાકરીયાના હસ્તે રીબીન કાપી મેગા મેડિકલ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સોળમો કેમ્પ થઈ રહ્ના છે. આ કેમ્પમાં આવનારા ગરીબ દર્દીઓને વિનામૂલ્ય થવા વિનામૂલ્ય ઓપરેશન અને દરેક વિના મૂલ્ય કરવામાં આવશે ઍવો ડોક્ટર ઍમ ઍમ કુરેશી ઍ જણાવ્યું હતું. આજે કેમ્પના પહેલા દિવસે મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા અને કેમ્પનો શુભારંભ થતાની સાથે જ તેઅોની શારીરિક તપાસ કરાવવામાં આવી હતી.